રોજગાર@ગુજરાત: આ જિલ્લા પંચાયતમાં ભરતી, પરીક્ષા વગર 70 હજારનો પગાર, જાણો એક જ ક્લિકે

 
Vadodara Jilla Panchayat

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે નવી નોકરીની શોધમાં છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. વલસાડ જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટે તમારે કોઇ પરીક્ષા આપવાની પણ જરૂર નથી. પગારની વાત કરીએ તો વિવિધ પદો માટે 70 હજાર સુધીનો પગાર ધોરણ નક્કી છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે તમે કઇ રીતે આવેદન કરી શકો છો.

વલસાડ જિલ્લા આરોગ્ય સંસ્થા દ્વારા આ જાહેરાત 10 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ 2023 છે. જાહેરાતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વલસાડ દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ પાગર ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે 70 હજાર રૂપિયાનો પગાર, સ્ટાફ નર્સ માટે 13000 અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટે 13 હજારનો પગાર.

 

*કઇ રીતે હશે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 મહિનાના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

*અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, એક્સપિરીયન્સ લેટર, સ્કુલ માર્કશીટ, ડિગ્રી, ફોટો અને સહીં

*આ રીતે કરો એપ્લાય

આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.

હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.