ACB@વલસાડ: ધરમપુર ST ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક
વલસાડ જિલ્લાના ધરમપુર એસ.ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટક લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. વિગતો મુજબ, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ફરિયાદી કંડક્ટર પાસે રજા મંજૂર કરાવવાના બદલે લાંચ માંગી હતી. જોકે, કંડક્ટર લાંચ આપવા ઇચ્છુક ન હોય તેમણે લાંચ રૂશ્વત બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. આ તરફ એસીબીની ટીમે છટકું ગોઠવીને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશ પ્રભાતસિંહ રાવતને લાંચની રકમ સ્વિકારતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
ધરમપુર એસ.ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ, વલસાડ જિલ્લાના ધરમપુર એસ.ટી ડેપો ખાતે ફરજ બજાવતા એક કન્ડક્ટરના ઘરે ધાર્મિક વિધિ હોવાથી 2 દિવસની રજા માંગી હતી. આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે રજા મંજૂર કરાવી આપવા 200 રૂપિયાની માંગણી કરી હતી.
જોકે ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે ACBની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે આજરોજ એસીબીએ છટકું ગોઠવીને રૂપિયા 200ની લાંચ લેતા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશકુમાર રાવતને ઝડપી પાડ્યા હતા.