વલસાડઃ લઠ્ઠાકાંડના હાહાકાર વચ્ચે એક પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 20થી વધુ શરાબીઓ ઝડપાયા

એવા સમયે જ વલસાડ નજીક આવેલા અતુલમાં આવેલી એક સોસાયટીના મકાનમાં મોડી રાત્રે હાઈ પ્રોફાઈલ દારૂની મહેફીલ  યોજાઇ હતી.
 
ફાઇલફોટો

 અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં લઠ્ઠાકાંડના હાહાકાર વચ્ચે વલસાડ જિલ્લામાં ચાલતી એક હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ  પર વલસાડ જિલ્લા પોલીસવડાએ દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન એક પીએસઆઇ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત 20થી વધુ શરાબીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

અડધી રાત્રે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાએ વલસાડ નજીક આવેલા અતુલની એક સોસાયટીમાં આવેલા ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન 20થી વધુ શોખીનો શરાબ કબાબની  મહેફિલ માણતા ઝડપાયા હતા. જોકે ચોકાવનારી વાતે એ છે કે, કાયદાના રક્ષક એવા એક પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પણ આ  મહેફિલમાંથી ઝડપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વલસાડ જિલ્લા પોલીસવડાએ સ્થળ પર જ હાજર રહી અને સ્થળ પરથી લાખોનો મુદ્દામાલ પણ કબજે કરાવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે, એક તરફ બરવાળામાં લઠ્ઠાકાળને કારણે 39 લોકોના મોત થયા છે. ત્યારે સમગ્ર રાજ્ય અને દેશમાં ગુજરાત પોલીસની છબીને ડાઘ લાગ્યો છે. પોલીસની કામગીરી પર માછલા ધોવાઈ રહ્યા છે. એવા સમયે જ જ્યારે બરવાળામાં લઠ્ઠાકાંડને કારણે સર્જાયેલા મોતના સિલસિલાને કારણે મરશિયા ગવાઈ રહ્યા છે.  એવા સમયે જ વલસાડ નજીક આવેલા અતુલમાં આવેલી એક સોસાયટીના મકાનમાં મોડી રાત્રે હાઈ પ્રોફાઈલ દારૂની મહેફીલ  યોજાઇ હતી.


જેની જાણ વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ  રાજદીપસિંહ ઝાલાને થતાં તેઓ ખુદ  પોલીસ કાફલા સાથે પૂરી તૈયારી કરી અને આ સોસાયટીમાં ત્રાટક્યા હતા.ચાલી રહેલી  શરાબ કબાબની મહેફિલમાં તમામ શોખીનો મશગુલ હતા. એ સમયે જ વલસાડ એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ત્રાટકતા જ  દોડધામ મચી ગઈ હતી.આમ એક તરફ ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડને કારણે સર્જાયેલી મોતની હારમાળા  વચ્ચે વલસાડના અતુલમાં યોજાયેલી શરાબ કબાબની મહેફિલમાંથી પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પણ  ઝડપાતા ગુજરાત પોલીસની વર્દી પર વધુ એક ડાગ લાગ્યો છે.જોકે વલસાડ એસ પી એ કોઈપણ જાતની સેહશરમ રાખ્યા વિના આરોપી પીએસઆઇ અને પોલીસકર્મીઓ સહિત તમામ વિરોધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.