વલસાડઃ પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની સાથે પાણી નીકળતા, વાહનચાલકોએ નુકસાનના વળતરની માંગ કરી

રોષે ભરાયેલા વાહન ચાલકોએ પેટ્રોલ પંપના સંચાલક પાસેથી પોતાના વાહનમાં થયેલા નુકસાનના વળતરની માંગ કરી હતી. જે બાદ પંપના ચાલકે પમ વાહનના રિપેરિંગ કરાવવાની ખાતરી આપી હતી.
 
pmp

અટલ સમાચાર, ડેસ્ક

 વલસાડમાં આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપમાંથી પેટ્રોલની સાથે પાણી  નીકળતા અસંખ્ય વાહનો ખોટવાયા હતા. આ કારણે 20થી વધુ વાહનોની પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ સાથે પાણી પણ આવતા વાહનોમાં ખામી સર્જાઈ હતી. આથી  વાહનચાલકોએ પેટ્રોલ પંપ પર હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. જે બાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.રોષે ભરાયેલા વાહન ચાલકોએ પેટ્રોલ પંપના સંચાલક પાસેથી પોતાના વાહનમાં થયેલા નુકસાનના વળતરની માંગ કરી હતી. જે બાદ પંપના ચાલકે પમ વાહનના રિપેરિંગ કરાવવાની ખાતરી આપી હતી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર બુધવારે સાંજના સમયે પેટ્રોલ ભરાવવા  આવેલા વાહન ચાલકોને કડવો અનુભવ થયો હતો.આ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા વાહનોમાં પેટ્રોલની સાથે પાણી પણ પેટ્રોલ ટાંકીમાં ગયું હતું. આથી  પેટ્રોલ ભરાવી અને વાહનો થોડા આગળ વધતાં જ અનેક વાહનો ખોટવાયા હતા.આમ ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળી 30થી વધુ વાહનોની પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ સાથે પાણી પણ આવતા રોષે ભરાયેલા વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર હોબાળો મચાવ્યો હતો.

પેટ્રોલ પંપમાંથી  પેટ્રોલ સાથે પાણીનીકળતા વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા વાહનચાલકોએ પેટ્રોલ પંપના સંચાલક પાસેથી વાહનને થયેલા નુકસાનના વળતરની માંગ કરી હતી.જોકે પેટ્રોલ પંપ સંચાલક પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા. પેટ્રોલ પંપના સંચાલક અને વાહન ચાલકો વચ્ચે બબાલ થતા મામલો ગરમાયો હતો હતી.ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. મહત્વપૂર્ણ  છે કે, આ અગાઉ પણ વલસાડના આ  પેટ્રોલ પંપ પર ગેરરીતિની ફરિયાદો મળી ચૂકી હતી.ત્યારે ફરી એક વખત આ પંપ પર  પેટ્રોલ સાથે  પાણી નીકળતા અનેક વાહનોમાં નુકસાન થયું હતું. આથી  વાહનચાલકોએ પેટ્રોલ પંપ સંચાલક પર ગંભીર આક્ષેપો કર્યા હતા.