વલસાડઃ મધ્ય રાત્રીએ ગાજવીજ સાથે ભારે વરસાદ, અનેક વિસ્તારમાં એક સાથે વીજ પ્રવાહ ખોરવાયો

શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં એક સાથે વીજ પ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.
 
વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક


વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્ય રાત્રીએ ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્ય રાત્રીએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી. જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં એક સાથે વીજ પ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદ બાદ વલસાડ શહેરમાં પણ વરસાદે દસ્તક દીધી છે. શહેરમાં ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે, વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીઓ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. મધ્ય રાત્રીએ પડેલા વરસાદને લઈને સમગ્ર વલસાડ પંથકમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વરસાદના પગલે કાળઝાળ ગરમી સામે લોકોને જરૂર રાહત થઈ હતી. બીજી તરફ કેરી અને ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.


વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે. એક અઠવાડિયાથી મોન્સૂને વલસાડ જિલ્લામાં દસ્તક દીધી હોવાનું વલસાડ ડિઝાસ્ટર વિભગની ટીમે જણાવ્યું છે.વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈ વલસાડ શહેરના રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું હતું. તેમજ શહેરના અનેક રેલવે ગળનાળામાં પણ પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી હતી.