વલસાડઃ ગુજરાતમાં દારૂનું દૂષણ ક્યારે દૂર થશે, નશાની હાલતમાં પુત્રએ માતાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી

અટલ સમાચાર, ડેસ્ક
કપરાડામાં ખૂદ પુત્રે જ માતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. માતામાં ડાકણ હોવાનો વ્હેમ રાખી કરી હત્યા. ગઈ કાલે આ કૃત્ય કર્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે. રવિવારના સાંજે પીએચસી દહીંખેડ ખાતે એમ્બ્યુલન્સ ડ્રાયવર તરીકે નોકરી કરતા સતિષ દારૂના નશામાં માતાને લાકડાના ફટકા મારતા મોત થયું હતું. કપરાડા તાલુકા આંબાજંગલના મુરુંમટી ફળીયામાં માતા ઉપર ડાકણનો વ્હેમ રાખી હત્યા કરી છે. 31 વર્ષીય આરોપી સતિષ અને તેમની પત્ની રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. દારૂ પીને ઘરે જઈ ડાકણનો વ્હેમ રાખીને 72 વર્ષીય માતા શાળીબેન સીતારામ ચવધરી પર લાકડાના ફટકા વડે તૂટી પડ્યો હતો.
માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા માતાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આરોપી પુત્ર સતિષની પત્ની ખેતરથી ઘરે પરત આવતા આંગણામાં સાસુમાં બેહોશ પડેલી જોતા ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. હત્યા બાદ આરોપી પુત્ર સતિષ ખુદ પોતે ગામમાં કહેતો હતો કે, મારી માતાને મેં મારી નાખી છે.