ક્રાઇમ@વલસાડ: પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર, દમણથી દારૂની ટ્રીપ મારતાં ઝડપાયો
ક્રાઇમ@વલસાડ: પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર, દમણથી દારૂની ટ્રીપ મારતાં ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતનો એક પોલીસકર્મી કોરોનાની મહામારીમાં દમણથી દારૂની ટ્રીપ મારી માલામાલ થઇ જવા પારડી પોલીસ હાથે ઝડપાઇ ગયો છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કલસર ચેકપોસ્ટ પર પોલીસ નાકાબંધી કરી રહી હતી. ત્યારે એક કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો અને આ કારમાંથી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ચાર પૈકી એક સુરત પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું છે.

ક્રાઇમ@વલસાડ: પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર, દમણથી દારૂની ટ્રીપ મારતાં ઝડપાયો
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પોલીસકર્મી રીંકેશ પોતાના ચાર મિત્રો સાથે દમણ પાર્ટી કરવા આવ્યો હતો અને દમણમાં ખૂબ મોજ મજા કર્યા બાદ પીન્કેશ અને તેના મિત્રોને સુરતમાં પણ પાર્ટી કરવાની ઇચ્છા જાગી હતી. જેને લઇને તેઓએ પોતાની કારમાં 15,700 રૂપિયા જેટલો વિદેશી દારૂ લઇ સુરત તરફ જઇ રહ્યા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પારડી તાલુકાના કલસર પોલીસ ચેકનાકા દમણ પાતળિયા તરફ તરફથી આવતી એક સ્વિફ્ટ કાર નં GJ 05 JQ 3444 ને રોકી જેમાં તપાસ કરતા કાર માંથી અંદર થી ભારતીય બનાવટી વિદેશી દારૂ વિવિધ બ્રાન્ડનો અને બિયર મળી કુલ બોટલ નંગ 43 જેની કિ.રૂ.15.700 નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. કારમાં દારૂ સાથે ચાર ઈસમો સામે પ્રોહિબીશનનો ગુનો પારડી પોલીસે નોંધ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમાં સુરત અઠવા લાઇન્સનો પોલીસ કોન્સ્ટેબલ રીંકેશ ગણેશભાઈ સારંગ કારમા દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. તેના જોડે અન્ય કલ્પેશ મોહનભાઈ સેલર , કેતન ઠાકોરભાઈ સેલર અને રાહુલ અતુલભાઈ સેલર ચારે સુરતના રહેવાસીઓની ધરપકડ કરી હતી. જોકે બે દિવસ અગાઉ એક સસ્પેન્ડ પોલીસ કર્મી દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે વધુ એક ખાખી વર્દી પર ડાઘ લાગ્યો છે પોલીસે તમામ ઝડપાયેલ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.