ઘટના@વલસાડ: પ્રેમીએ સગાઇની ના પાડી, પ્રેમિકાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
ઘટના@વલસાડ: પ્રેમીએ સગાઇની ના પાડી, પ્રેમિકાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કપરાડા તાલુકાના ગામની એક યુવતિના પ્રેમીએ તેની સાથે સગાઇ કરવાની ના પાડતાં આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. યુવક-યુવતિ વચ્ચે પ્રેમસંબંધ હોઇ યુવતિએ પ્રેમીને સગાઇ માટે કહ્યુ હતુ. જોકે પ્રેમી અને તેના પિતા નહીં માનતાં યુવતિને લાગી આવ્યુ હતુ. જેથી તેને ગામની સીમમાં જ ઝાડ પર લટકી આપઘાત કરી લેતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામના યુવક-યુવતિ વચ્ચે પ્રેમસંબંધ હતો. યુવતી એ કપરાડાના એક ગામે રહેતી અને ત્રણ વર્ષથી જે યુવકના પ્રેમમાં હતી તેના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇ માતા-પિતા સાથે પહોચી હતી. જ્યાં સગાઇ કરવા યુવકના પિતા અને યુવકે ઘસીને ના પાડી દેતાં યુવતિને લાગી આવ્યુ હતુ. જે બાદમાં યુવતિએ ગામની સીમમાં જ ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુવતીના પિતાએ પ્રેમી યુવક અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક યુવતીના પિતાએ આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં ત્રણ વર્ષથી દીકરીનું શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. પિતાએ ન્યાયની માંગ કરતા જણાવ્યું હતું કે, લગ્નની લાલચ આપી મૃતકનો પ્રેમી માનસિક ત્રાસ તેમજ શોષણ કરતો હતો. પિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.