ઘટના@વલસાડ: લગ્નના દિવસે જ કન્યા ચોરીમાં કોરોના પોઝિટિવ, સાસરીના બદલે હોમ ક્વોરેન્ટાઇન
ઘટના@વલસાડ: લગ્નના દિવસે જ કન્યા ચોરીમાં કોરોના પોઝિટિવ, સાસરીના બદલે હોમ ક્વોરેન્ટાઇન

અટલ સમાચાર,ડેસ્ક

વલસાડના રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે કરવામાં આવી હતી. આ માટે તેઓ 10 નવેમ્બરના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. અન્‍ય રાજ્યની હિસ્‍ટ્રીના આધારે આ યુવતીનો આરટીપીસીઆર ટેસ્‍ટ કરાવતા પોઝિટિવ આવ્‍યો હતો. પેશન્‍ટની હિસ્‍ટ્રીના આધારે ઘરે તપાસ કરતા આ યુવતીના 27 નવેમ્બરના રોજ લગ્ન હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીના લગ્ન સમયે તેનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે તાલુકા હેલ્‍થ ઓફિસર સાથેની ટીમ મેરેજ હોલ ખાતે તપાસ કરતા સાંઇલીલા મોલ ખાતે યુવતિ મળી આવી હતી. જયારે આરોગ્‍યની ટીમ ત્‍યાં પહોંચી ત્‍યારે યુવતીના લગ્ન લેવાતા હતા. લગ્નમાં તમામ લોકોએ કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કર્યુ હતુ. પરંતુ જાન મહારાષ્‍ટ્ર રાજ્યમાંથી આવી હોવાથી આરોગ્‍યની ટીમ દ્વારા હાજર સગા સબંધીઓનો રેપિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. જેમાં લગ્નમાં બેસેલી યુવતી સિવાય કોઇ પોઝિટિવ માલુમ પડ્યું ન હતું. કોરોના પોઝિટિવ આવેલી કન્‍યાને પિતાના ઘરે જ ક્વોરેન્‍ટાઇન કરી દેવામાં આવી છે.