વલસાડઃ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં 850 પીધેલા ઝડપાયા, પોલીસ સ્ટેશનો ઉભરાતા, આરોપીયોને રાખવા મંડપ બંધાયા

અટલ સમાચાર, ડેસ્ક
થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે જો ખાવા-પીવાની પાર્ટી કરવા દમણ કે દાદરા નગર હવેલીજઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો. કારણકે આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રદેશોના નાકાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી 850થી વધુ પીધેલાઓને પકડવામાં આવ્યા છે. અને હજુ પણ બે દિવસ સુધી પોલીસની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. આથી આ વખતે પીધેલાઓને ખેર નથી.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આપને જણાવીએ કે દર વર્ષે મોટી સંખ્યામાં નશાની હાલતમાં શોખીનો પકડાતા હોવાથી પોલીસ સ્ટેશનનો આરોપીઓથી ઉભરાય છે. આથી આટલી મોટી સંખ્યામાં આરોપીઓને રાખવા માટે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોની બહાર મંડપો બાંધવા પડે છે. તો કેટલીક જગ્યાએ ખુલલા મેદાનોમાં કાર્યવાહી કરવામાં આવે છે. તો કેટલાક પોલીસ સ્ટેશનનો દ્વારા આરોપીઓને રાખવા માટે હોલ અને વાડીઓ પણ ભાડે રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લામાં આ વખતે પણ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓ માટે મંડપ બાંધવામાં આવ્યો છે. તો પારડી પોલીસે આરોપીઓને રાખવા એક હોલ ભાડે રાખ્યો છે.
વલસાડ જિલ્લામાં પોલીસની કાર્યવાહીમાં એટલી મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાઈ રહ્યા છે કે તેમણે રાખવા અને સંભાળવા માટે આખા જિલ્લા ની પોલીસને કામે લગાવવી પડે છે.આ વખતે પણ પોલીસની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આરોપીઓ પકડાયા હોવાથી પોલીસ સ્ટેશનમાં મેળા જેવો માહોલ છે.. પોલીસ સ્ટેશનોની બહાર પણ ઝડપાયેલા આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા તેમના પરિવારજનો અને સ્વજનો પણ ઉમટ્યાં હોવાથી પોલીસ સ્ટેશનની બહાર પણ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.