વલસાડ: બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે અજમાવી ગજબની યુક્તિ, પોલીસે 4 બાઇક ઝડપ્યા
વલસાડ: બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે અજમાવી ગજબની યુક્તિ, પોલીસે 4 બાઇક ઝડપ્યા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં દર વર્ષે લાખો રૂપિયાનો વિદેશી દારૂની હેરાફેરી થાય છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરીને દારૂ પકડી પાડતા હોય છે. બીજી તરફ બૂટલેગરો પણ પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવી રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી માટે તમામ પ્રયાસો કરે છે.રાજ્યમાં દર વર્ષે લાખો રૂપિયાનો વિદેશી દારૂની હેરાફેરી થાય છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરીને દારૂ પકડી પાડતા હોય છે. બીજી તરફ બૂટલેગરો પણ પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવી રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી માટે તમામ પ્રયાસો કરે છે.

વલસાડ જિલ્લા પોલીસ પણ બૂટલેગરોની તમામ તરકીબો પકડી પડવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોનીયા ગામ નજીકથી વલસાડ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતા ચાર બાઇકને ઝડપી પાડ્યા છે. આ લોકોએ બાઈકમાં ચોર ખાનામાં વિદેશી દારૂની બોટલો છૂપાવી રાખી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કેસમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ચાર બાઈકો જપ્ત કરીને આરોપીઓને શોધવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂની પાર્ટીઓ થતી હોવાનું દૂષણ વધી રહ્યું છે. આ જ કારણે 31મી ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી વધી જાય છે.

પોલીસે ચારેય બાઈક પારડી પોલીસ સ્ટેશન લાવી હતી અને ચોરખાનામાં છૂપાવેલો 17, 400 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ચાર બાઇક અને વિદેશી દારૂનો જથ્થો મળી અંદાજે 1.37 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બાઇક મૂકીને ફરાર થયેલા ચાલક ખેપીયા એવા રામુ નાનુ કોળી પટે, હિતેશ સુરતી, નરેન્દ્ર ગુલાબ પટેલ અને અનિલ પટેલને વૉન્ટેડ જાહેર કર્યા છે.