વલસાડ: લીલી હળદરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, પોલીસ નવો કીમિયો જાણી ચોંકી
વલસાડ: લીલી હળદરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, પોલીસ નવો કીમિયો જાણી ચોંકી

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામ નજીકથી વલસાડ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પામાં લીલી હળદર ભરેલી હતી. જોકે, વધારે તપાસ કરતા લીલી હળદરની આડમાં નીચેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરીને બાકીના આરોપીઓને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી છે.

રાજ્યમાં દારૂ ઘૂસાડવા અને પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવી તરકીબ અજમાવતા હોય છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ પારડી તાલુકાના ગોઇમા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ વખતે ત્યાંથી પૂર ઝડપે પસાર થતાં એક ટેમ્પાનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસે રોકાવા માટે ઇશારો કર્યા બાદ ચાલકે ટેમ્પાને પૂર ઝડપે દોડાવ્યો હતો. જેથી પોલીસની ટીમ ટેમ્પાનો પીછી કર્યો હતો. આ દરમિયાન ચાલક અને ક્લિનર ટેમ્પાને મૂકીને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસને લીલી હળદર નીચેથી 98 હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા ટેમ્પોમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો. સેલવાસથી ગુજરાતમાં પ્રવેશતા જ ટેમ્પોનું પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જોકે, પાયલોટિંગ કરનાર આરોપી પણ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કેસમાં ક્લિનર વિનલ પટેલ અને પાયલોટિંગ કરનાર રીન્કુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.