વાપીઃ 10 લોકોના ટોળાએ ફાયરીંગ કરતા અફરાતફરીનો માહોલ
અટલ સમાચાર,ડેસ્ક જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ છાસવારે બંને છે ત્યારે આવી જ એક ઘટના વાપીમાં બની છે. વાપીના સલવાવમાં બાંધકામ સાઇટ ઉપર ફાયરિંગની ઘટના બની છે. 10થી વધુ લોકોનું ટોળું સાઇટમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં કોઇને જાન હાની પહોચી ન હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને
Jul 10, 2019, 13:31 IST
અટલ સમાચાર,ડેસ્ક
જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ છાસવારે બંને છે ત્યારે આવી જ એક ઘટના વાપીમાં બની છે. વાપીના સલવાવમાં બાંધકામ સાઇટ ઉપર ફાયરિંગની ઘટના બની છે. 10થી વધુ લોકોનું ટોળું સાઇટમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ ફાયરિંગમાં કોઇને જાન હાની પહોચી ન હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.મળતી માહિતી પ્રમાણે વાપીના સલવાવમાં બાંધકામ સાઇટ ચાલી રહી છે.
ત્યાં 10થી વધુ લોકોનું ટોળું ઘૂસી આવીને હંગામો મચાવ્યો હતો.ત્યારબાદ ટોળામાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેના પગલે સાઇટ ઉપર દોડધામ મચી હતી. અને પોલીસને જાણ કરવામાં આવી હતી.બિલ્ડર નિશાના ઉપર હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.