મોંઘવારી@ગુજરાત: દિવાળીના તહેવારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, જાણો શું છે ભાવ ?

 
Shakbhaji

અટલ સમાચાર, ડેસ્ક 

દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને કારણે સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓમાં સતત ભાવ વધારાને કારણે સામાન્ય માણસ અને મધ્યમવર્ગીય વ્યક્તિઓના બજેટમાં ફેરફાર થઈ ગયો છે.

DRDA Gandhinagar
દિવાળી શુભેચ્છા જાહેરાત

ઉલ્લેખનીય છે કે અંદાજીત મોટાભાગના લીલા શાકભાજીના ભાવે સેન્ચુરી વટાવી દીધી છે. ભાવ એ હદે વધી રહ્નયા છે કે ટૂંક સમયમાં તો કેટલીક શાકભાજી જમવાની થાળીમાંથી બહાર ન થાય તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. શાકભાજીના ભાવ કિલો પ્રમાણે ડુંગળી-80, ટામેટા-50, કોથમીર-100, આદુ-200, બટાકા-30, ગવાર-100, કોબિજ-100, ટીંડોળા-100, તુવેર-100, ફ્લાવર-100એ પહોંચ્યા છે. 

દિવાળીના તહેવારો દરમિયાન શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વેપારીઓનું કહેવું છે કે, આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વધતાં જતા શાકભાજીના ભાવને લઇને વેપારીઓએ કહ્યું કે, શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે હજુ શાકભાજીની આવકમાં જોઇએ તેટલો વધારો થયો નથી. જેથી આવકની સામે માંગ વધુ હોવાથી ભાવમાં વધાયો થયો છે.