હડકંપ@મહેસાણા: કાયદાનો ભંગ કરીને આનંદ લેવાનો નશો, આરોપીના વિડિયો વાયરલ થતાં મચ્યો કોહરામ

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ જ ડર ના હોય તેવી ઘટના સામે આવી છે. વિગતો મુજબ મહેસાણા શહેરના મધ્યમાં આવેલા A ડિવિઝન પોલીસ મથકની જેલમાંથી એક ઈસમે વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ તરફ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ માં વાયરલ થયા બાદ હવે પોલીસની કામગીરી અને આવા ગુનેગારોને પોલીસ નો ડર છે કે નહિ તેવા સવાલો ઉભા થયા છે. 

મહેસાણાના A ડિવિઝન પોલીસ મથકનો એક વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે. માહિતી મુજબ આરોપીએ જેલમાંથી વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં પર પોસ્ટ કરતા ચકચાર મચી ગઇ છે. આ વીડિયો કોઈ અશુ દાદા નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મંજૂરી વગર પોલીસ મથકમાં વીડિયો ઉતારવવા પર પ્રતિબંધ છે. પરંતુ આ આરોપીએ જેલમાં જ વિડિયો બનાવી વાયરલ કરતાં કોહરામ મચી ગયો છે. મહત્વનું છે કે, આ વીડિયોમાં આરોપી કહી રહ્યો છે કે ' બૂરે દિન કભી ગમ મત કરના, હાથોમે હથકડી દેખકે પ્યાર કમ મત કરના'. અહીં નોંધનિય છે કે, આ ઈસમે આ પહેલા પણ મહત્વનું છે કે પોલીસ ગાડીમાં કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતો, તલવારથી કેક કાપતા, પિસ્તોલ સાથે બાઈક પર રોફ બતાવતો વીડીયો પોસ્ટ કર્યા છે.