ચકચાર@સંતરામપુર: મનરેગામાં કૌભાંડનો વિડિયો ટૂંક સમયમાં , ભ્રષ્ટાચાર કરવાના આદેશનો પર્દાફાશ થશે

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરી બેનંબરની આવક ઉભી કરી રહ્યા છે કૌભાંડીઓ ? આ સવાલનો જવાબ હવે ટૂંક સમયમાં આવી જાય તેવો વિડિયો બહાર આવી શકે છે. મનરેગાનો સાહેબ કેવી રીતે ભ્રષ્ટાચારના પાઠ ભણાવી અપ્રમાણસર આવકનું કેટલું મોટું સામ્રાજ્ય પાથરી બેઠો તેનો ઘટસ્ફોટ થાય તેમ છે. આ ભ્રષ્ટાચારીએ આખાય સંતરામપુર તાલુકામાં મનરેગા મારફતે કૌભાંડની મજબૂત જાળ પાથરી છે તેનો પર્દાફાશ કરવા આ વિડીયો રામબાણ સાબિત થાય તેમ છે. આટલુ જ નહિ, ભ્રષ્ટાચારીના વિડિયો બાદ જે કંઈ આગળ થયું છે તે પણ ટૂંક સમયમાં મોટો ખુલાસો કરી શકે છે. આનાથી સંતરામપુર તાલુકાના સદસ્યો, સરપંચો, તલાટીઓ, જોબકાર્ડ ધારકો અને જાગૃત ગામલોકો સમક્ષ આ ભ્રષ્ટ સાહેબનો અસલી ચહેરો સામે આવી શકે છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા હેઠળ શું સામાન્ય ભ્રષ્ટાચાર થતો હશે ? જવાબ છે ના, સામાન્યની વાત મૂકો, 50% તો રીતસર ભ્રષ્ટાચાર જ કરવાનો છે તેવો ઘટસ્ફોટ ખુદ ભ્રષ્ટ સાહેબ કરી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ભ્રષ્ટ સાહેબે કેટલાક સમયને બાદ કરતાં અનેક વર્ષોથી સંતરામપુર તાલુકાની મનરેગા શાખાને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધી છે. આ આક્ષેપ નથી પણ ખુદ ભ્રષ્ટ સાહેબનો વિડિયો જણાવે પછી તો માનશો ને? ભારે સંશોધનને અંતે શોધવામાં આવેલ એક વિડીયો આધારે ખબર પડશે કે, ભ્રષ્ટ સાહેબે ક્યારથી અને કેટલી રકમનું કૌભાંડ આચરવાનું શરૂ કરેલું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકામાં મનરેગાનો મિની બોસ થઈ બેઠેલો આ ભ્રષ્ટ સાહેબ રીતસર ગેરરીતિ આચરવાના આદેશ આપે છે. મનરેગાના કેવા પ્રકારના કામમાં, કેવી રીતે ભ્રષ્ટાચાર કરવાનો તે પણ જણાવે છે, આટલુ જ નહિ 50% સેટિંગ્સ (ભ્રષ્ટાચાર) જ કરવું તેવી સુચના આપતો હોઈ ચકચાર મચી ગઇ છે. વિચાર કરો કે, વિડિયો મુજબ કેટલાક વર્ષ અગાઉ મનરેગાના એક કામમાં લેબરમા ભ્રષ્ટાચારની ટકાવારી 50% હતી તો, આજે કેટલા ટકા ભ્રષ્ટાચાર કરતો હશે ભ્રષ્ટ સાહેબ એ વિચારવું મુશ્કેલ બન્યું છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા સક્ષમ આ વિડીયો પણ એટલો સચોટ સાબિત થવા જશે કે, ભ્રષ્ટનો અસલી ચહેરો પણ ટૂંક સમયમાં ખુલો થાય તેવું વાતાવરણ આગળ વધી રહ્યું છે.