ચૂંટણી@ગુજરાત: અમૂલ ડેરીનાં ચેરમેન તરીકે વિપુલ પટેલ, વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમાર

 
Amul

અટલ સમાચાર, ડેસ્ક

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીમાં આજે 14 ફેબ્રુઆરીના રોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઇ છે. જેને લઈ ચરોતર પંથકનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે વિપુલ પટેલની ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

અમૂલ ડેરીમાં અત્યાર સુધી રામસિંહ પરમારનું એકચક્રી શાસન રહ્યું છે પંરતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા આખી ગેમ ચેન્જ થઇ ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડા દૂધ સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત ભાજપનો વિજય થયો છે. ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અમૂલના નવા ચેરમેન તરીકે વિપુલ પટેલ તો વાઇસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની વરણી કરવામાં આવી છે.