ઉત્સવ@રોઝવા: મંદિરની પ્રતિષ્ઠામાં એકતાનાં દર્શન, રંગેચંગે ઉજવાયો માતાજીનો મનોરમ્ય પ્રસંગ

 
Rojva

અટલ સમાચાર ડોટ કોમ, પાટડી

પાટડી તાલુકાના રોઝવા ગામે સામાજીક અને પારિવારિક એકતાનાં દર્શન કરાવતો ઉત્સવ ઉજવાઇ ગયો. ગત દિવસે ગામના ઝાલા પરિવારોએ એકબીજાને ખભેખભો મિલાવી માતાજીના મનોરમ્ય પ્રસંગ ઉજવણી કરી હતી. દશામાના ફોટા પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં ગામના યુવકોથી માંડી વૃદ્ધોએ પણ ઉદાર હાથે ફાળો નોંધાવી માતાજીનો પ્રસંગ ઉજવ્યો હતો. રોઝવા ગામમાં યોજાયેલા આ મહોત્સવથી આસપાસના ગામોમાં પણ ધાર્મિક માહોલ સર્જાયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના રોઝવા ગામે ગત 3 એપ્રિલને સોમવારે દશામાં માતાજીના ફોટા પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગનું આયોજન થયું હતુ. જેમાં ભૂમિના દાતા તરીકે પી.એલ ઝાલાએ લ્હાવો લીધો જ્યારે મુખ્ય પાટલામાં વિક્રમસિંહ ગોપાલસિંહ ઝાલા સહિત કુલ 9થી વધુ પાટલામાં યજ્ઞ પ્રસંગ ઉજવાયો હતો. જ્યારે આ તરફ સંગીતના તાલે કલાકારોએ સમગ્ર પ્રસંગને રસપ્રદ બનાવ્યો હતો. જોકે રોઝવા ગામના આ પ્રસંગમાં સૌથી નોંધવા જેવી બાબત એ રહી કે, ઝાલા પરિવારો સિવાય પ્રજાપતિ, ભરવાડ, મકવાણા, દેસાઇ અને નાયક પરિવારોએ પણ જે શક્ય બન્યું એ રીતે માતાજીના પ્રસંગમાં સહભાગી બની જવાબદારી નિભાવી હતી.