ગંભીર@અંબાજી: નલ સે જલ યોજનાની પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ, જાણો પછી શું થયું ?

 
Ambaji Pipeline Leaked

અટલ સમાચાર, ડેસ્ક

ઉનાળાના પ્રારંભે જ દાંતા તાલુકામાં આવેલા અનેકો અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. દાંતા તાલુકામાં નલ સે જલ યોજના હજી ઘણી બધી જગ્યાએ નિષ્ફળ સાબિત થઈ રહી છે. જે જગ્યાએ નલ સે જલ યોજનાની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં ગુણવત્તા સાથે કામગીરી ન થતા અમુક જગ્યાએ રોડ રસ્તાઓ સાથે પાઇપલાઇન વ્યવસ્થિત રીતે ન થતા પાણીનો બગાડ પણ જોવા મળી રહ્યો છે.

યાત્રાધામ અંબાજીમાં નલ સે જલ યોજનાની લગભગ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અંબાજીના ઘણા બધા વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા અને નિયમોને સાઈડ મા મૂકી કામગીરી કરવામાં આવી છે. અંબાજીમાં ઘણા બધા રહેણાંક વિસ્તારોમાં નલ સે જલ યોજનાની કામગીરી દરમ્યાન રોડ રસ્તાઓને ફરી દુરુસ્ત કરવાની કામગીરી દેખાઈ. સાથે સાથે નલ સે જલ યોજનામાં લાગેલી પાઇપલાઇન પણ અમુક વિસ્તારોમાં તૂટવાના કારણે હજારો લીટર પાણીનો વેરફાડ પણ જોવા મળી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અંબાજીના 8 નંબર વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત લાગેલી પાઇપલાઇન તૂટવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો. અંબાજીના 8 નંબર વિસ્તારમાં નલ સે જલ યોજનાની પાઇપલાઇન તૂટવાના કારણે 3 દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો હતો. જેની જાણ તંત્રને કરવા છતાં 3 દિવસ બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો.