અપડેટ@ગુજરાત: હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, ભારે વરસાદને લઈ હવામાનની આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હાલ ગુજરાત પર વરસાદ આપનારી એક્ટિવ સિસ્ટમ ન હોવાના કારણે ભારે વરસાદની શક્યતાઓ નથી. જોકે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં એટલે કે 5થી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. જોકે, દરિયામાં હલચલ અને ભારે પવન ફૂંકાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સહિતના ભાગોમાં હળવા વરસાદના કેટલાક સ્પેલ થવાની પણ શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સામાન્ય કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 

ગુજરાતના હવામાન અંગે અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી, છૂટોછવાયો વરસાદ રહી શકે છે. જેમાં આજે તથા કાલે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે આ પછી ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર સિવાય)ના ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આગામી 5-7 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. હાલ ગુજરાત પર અસર કરનારી કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાનું ડૉ. મોહંતીએ જણાવ્યું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ નહિવત છે. મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે આમ છતાં એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ રહી શકે છે.

 અમદાવાદમાં પણ વરસાદ હળવો રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દરમિયાન કેટલાક સ્પેલમાં વરસાદ થઈ શકે છે, સતત વરસાદ રહેવાની સંભાવનાઓ નથી. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સિઝનનો સામાન્ય કરતા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ડૉ. મોહંતીએ માછીમારો માટે આગામી 5-7 દિવસ સુધી ચેતવણી રહેવાની માહિતી આપી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, દરિયામાં ભારે પવનો તથા દરિયો તોફાની રહેવાની સંભાવનાઓને જોતા માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવામાં આવી છે.