કાર્યવાહી@મહેસાણા: 30 એકમો પર તોલમાપ વિભાગની તપાસ, 2 લાખથી વધુનો દંડ
Updated: Aug 4, 2023, 17:22 IST
અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લામાં હવે તોલમાપ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વિગતો મુજબ તોલમાપ વિભાગે ત્રણ તાલુકામાં ઓચિંતી તપાસ કરી હતી. જેમાં ગ્રાહકોને ઓછા વજનમાં વસ્તુઓ આપવી તેમજ વિવિધ પ્રોડક્શન અને તેના મામલે જરૂરી નિર્દેશનો અને તોલમાપ નિયમોનું પાલન નહિ કરતા કુલ 30 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જેની સામે બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી આર.ડી.પટેલ સહિતની ટીમે મોટી કાર્યવાહી કરી છે. વિગતો મુજબ મહેસાણામાં એક માસ દરમિયાન મહેસાણા, ઊંઝા, વડનગરમાં ઓચિંતી તપાસ કરી હતી.જેમાં આ ત્રણ તાલુકામાં વિવિધ એકમો પર તપાસ કરી જેમાં હાર્ડવેર, બીલડીગ મટીરિયલ્સ અને ઇશકબુલના ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રોડક્ટમાં તોલમાપના નિયમો અને નિર્દેશનોનું પાલન ન કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.