આગાહી@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે શું કહ્યું ?

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં તો માત્ર ગણ્યા ગાંઠીયા દિવસ ગરમી પડી છે. છેલ્લા એક સપ્તાહમાં કાળઝાળ ગરમી રહી છે. પરંતુ હવે ગઈકાલથી વાદળો આવવાના શરુ થયા છે. વહેલી સવારે વાદળ આવે છે અને બપોર થતા વાદળો અદ્રશ્ય થઇ જાય છે. જોકે વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે. પરંતુ વાદળ થાય એટલે લોકો વાતાવરણમાં પલટો આવ્યો હોય તેવું માને છે. પરંતુ સવારે દેખાતા વાદળ ચોમાસા માટેના સંકેત આપી રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વૃક્ષોને નવી કુપણો આવે છે. એટલે જમીનમાંથી ભેજ વૃક્ષો સોસે છે. ગરમી વધારે પડે તો સમુદ્રમાંથી વરાળ ઉંચે ચડે છે. વરાળ ઉંચે ચડે તે પહેલા ઝાકરી વાદળો શરુ થવા જોઈએ. હવે ઝાકરી વાદળો આવવાના શરુ થયા છે. ચોમાસા પહેલા ઝાકરી વાદળો આવવા જોઈએ. ઝાકરી વાદળો સવારે આવે છે અને બપોર થતા અદ્રશ્ય થઇ જાય છે. પરંતુ ઝાકરી વાદળો આવે અને બપોરે સ્થિર થાય ત્યાર બાદ સવા મહિને ચોમાસાના દર્શન થાય છે.

ચોમાસા માટે અનેક પરિબળો જોવામાં આવે છે. જેમાં પવનની દિશા, તાપમાન, ભેજનું પ્રમાણ, સમુદ્રનું તાપમાન, સમુદ્રની હિલચાલ પરથી ચોમાસા ક્યારે આવશે તેનું તારણ કાઢતા હોય છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરાફરા અને નક્ષત્રોનો અભ્યાસ કર્યા બાદ તારણ લાગાવતા હોય છે. પરંતુ હવે ઝાકરી વાદળો આવવાના શરુ થયા છે. એટલે ચોમાસા માટેના સારા સંકેત ગણી શકાય છે. ​

અગાઉ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ વખતે ચોમાસું મધ્યમ રહેવાની શક્તા રહેશે અને રોહિણી નક્ષત્રમાં શરુઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જૂન માસમાં અરબ સાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. સંભવિત માર્ગ ઓમાન તરફ હોય તો ઓછો વરસાદ થાય પરંતુ મહત્વનું છે કે, ચાલુ વર્ષના ચોમાસાની પેર્ટન કોઈ અલગ પ્રકારની રહેવાની શક્યતા છે. તેમજ ચોમાસું 90થી 96 ટકા રહેવાની ગણતરી અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી.