નિવેદન@દેશ: રામ મંદીરને લઈ હરભજન સિંહે કહ્યું, કોઈ પક્ષ જાય કે ન જાય હું તો ચોક્કસ જઈશ
અટલ સમાચાર, ડેસ્ક
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાજકીય પક્ષોના મત અલગ-અલગ છે. દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહેકહ્યું છે કે, કોઈ પણ પક્ષ જાય કે ન જાય, તેઓ ચોક્કસ જશે. કોંગ્રેસે રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ માટેના આમંત્રણને નકારી કાઢ્યા પર, ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, “આ અમારું સૌભાગ્ય છે કે આ મંદિર અમારા સમયમાં બનાવવામાં આવી રહ્યું છે, તેથી આપણે બધાએ જઈને આશીર્વાદ લેવા જોઈએ. કોઈ પણ પક્ષ જાય કે ન જાય” હું ચોક્કસ જઈશ.
હરભજન સિંહે કહ્યું કે, જો કોઈને મારા રામ મંદિર જવાથી કોઈપણ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરે. હું તો ચોક્કસ જઈશ.” જણાવી દઈએ કે હરભજને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. હરભજને કહ્યું, “22 જાન્યુઆરીએ, હું ઈચ્છું છું કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય.” ટીવી દ્વારા હોય કે ત્યાં જઈને લોકોએ રામ લલ્લાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે આ એક ઐતિહાસિક દિવસ છે. ભગવાન રામ દરેકના છે અને તેમના જન્મસ્થળ પર મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ બહુ મોટી વાત છે. હું ચોક્કસ અયોધ્યા જઈશ. હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. હું દરેક મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં પ્રાર્થના કરું છું. મને જ્યારે પણ તક મળશે ત્યારે હું ચોક્કસ જઈશ.”
આ દરમિયાન હરભજન સિંહે અન્ય પાર્ટીઓ પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, જો કોંગ્રેસે જવું હોય તો તે જઇ શકે છે, મારા રામ મંદિર જવાથી કોઈને કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. હું ભગવાનમાં માનું છું, મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાનની કૃપા છે, હું ચોક્કસ આશીર્વાદ લેવા જઈશ.