ધર્મ@દેશ: 2023નું બીજુ સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો એક જ ક્લિકે

 
Surygrhan

અટલ સમાચાર, ડેસ્ક 

સનાતન ધર્મમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું વિશેષ મહત્વ છે. તેને ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે આશરે 4 ગ્રહણ લાગે છે, જેમાં 2 સૂર્ય ગ્રહણ હોય છે અને 2 ચંદ્ર ગ્રહણ હોય છે. વર્ષ 2023નું પહેલુ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલે લાગ્યું હતું. આ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે લાગશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ઘણા એવા કામ છે જેને કરવા વર્જિત છે. નહીંતર તેના ખરાબ પરિણામ જોવા મળે છે. 

વર્ષ 2023નું બીજુ સૂર્ય ગ્રહણ હિન્દુ પંચાંગ અનુસાર, 14 ઓક્ટોબર 2023, શનિવારના રોજ રાતે 8.34 વાગ્યાથી પ્રારંભ થઇને મધ્ય રાત્રી 2.25 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્ય ગ્રહણ આસો માસની અમાસ તિથિ, કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં લાગશે. વર્ષ 2023નું બીજુ અને અંતિમ સૂર્ય ગ્રહણ કેનેડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, ગ્વાટેમાલા, મેક્સિકો, આર્જેન્ટિના, કોલંબિયા, ક્યૂબા, બારબાડોસ, પેરૂ, ઉરુગ્વે, એંટીગુઆ, વેનેઝુએલા, અમેરિકા, બ્રાઝીલ, પરાગ્વે, જમૈકા, હૈતી, ઇક્વાડોર, ચિલી, નિકારાગુઆ, ડોમિનિકા, બહામાસ, વગેરે જગ્યાએ દેખાશે.

સૂર્યગ્રહણ દરમિયાન ભોજન કરવાની મનાઈ છે. આ સમય દરમિયાન, કોઈ ખોરાક લેવો જોઈએ નહીં. આ કારણે તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાનું પ્રભુત્વ વધારે હોય છે. જેના કારણે કોઈ પણ માંગલિક કામ કરવું વર્જિત માનવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી સ્ત્રીએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ સિવાય ગ્રહણ કાળ દરમિયાન તેમણે ચાકુ, કાતર કે કોઈ પણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ગ્રહણ દરમિયાન સૂવું પણ ન જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે. ગ્રહણ પહેલા સુતક કાળ દરમિયાન દેવી દેવતાની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. ગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ.