રિપોર્ટ@વનબંધુ: ક્યાં બન્યો સામાજીક ડ્રાફ્ટ અને કેમ હવે લગ્નમાં બંધ કરવું છે ડીજે? જાણો ત્રણ જિલ્લાને અસર કરતું અભિયાન

 
Vanbandhu

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આદિવાસી ભીલ સમાજના લગ્નોમાં થતાં મોટા ખર્ચાઓ રોકવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ગત તા.9.2.2023 ના રોજ સાંજે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આદિવાસી ભીલ સમાજના લગ્નોમાં થતાં મોટા ખર્ચાઓ રોકવા તથા દહેજ DJને દૂર કરવા માટેનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત બિરસા મુંડા સમિતિ અને સમાજના આગેવાનો દ્વારા ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા સાથે લીમડી ખાતે મુલાકાત કરવામાં આવી હતી.

Dahod

દાહોદ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે 5 ફેબ્રુઆરીની મિટિંગમાં તૈયાર કરેલ લગ્ન બંધારણનો ડ્રાફ્ટ ઝાલોદ ધારાસભ્યને આપી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યએ ડ્રાફ્ટ બંધારણને વાંચી ખુશી વ્યક્ત કરી હતી. આ દરમ્યાન ડ્રાફ્ટમાં કોઈ ફેરફાર કરવાનું લાગશે તો સુચન કરી જણાવશે તેમ પણ કહ્યું હતું. આ બંધારણનો અમલ કરાવવા માટે બનતી તમામ મદદ કરવાની તૈયારી મહેશ ભુરિયાએ બતાવી હતી. 

PM Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાસભ્યએ તમામ ગામોના સરપંચોને તથા તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોને આ અભિયાનમાં મદદરૂપ બનવા માટે જણાવશે તેવી પણ ખાતરી આપી હતી. સાથે સાથે સમાજના સૌ નોકરીયાત કર્મચારીઓ અને અધિકારીઓને પણ સમય કાઢીને આ જાગૃતિ વિષયક અભિયાનમાં ભાગીદાર બનવા જાહેર આહ્વાન કર્યું હતું. આ સાથે સમૂહ લગ્નોનું આયોજન જરૂરી હોઇ તે માટે પણ સક્રિય બનવા જણાવ્યું હતું. તો વળી સમૂહ લગ્નોના આયોજનમાં યથાયોગ્ય મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું. સમાજના લગભગ 20 જેટલા આગેવાનો, ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા, ગિરિશભાઈ, પલાસ ભાઇ અને રોશનીબેન ઉપસ્થિત રહ્યા હતા.