જાહેરનામું@વિસનગર: તરભ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વાહનોને કયા રૂટ પરથી જવું ? જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત પધારવાની સંભાવના હોવાથી તેમજ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન અંદાજિત કુલ 50 લાખ જેટલી જનમેદની ઉમટી પડશે.
જેને લઈ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તરભ ખાતેથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર 130. પરથી તેમજ વિસનગર અને ઊંઝા તરફથી આવતા મોટા ભારે વાહનો તેમજ રૂટિન વાહનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાહનોને કયા રૂટ પરથી જવું તેની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
તરભ શિવધામ ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. જે મહોત્સવની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તરભથી સ્ટેટ હાઇવે પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
વિસનગરથી ઊંઝા અને સિધ્ધપુર તરફ જતા વાહનો વિસનગર મહેસાણા ચોકડીથી મહેસાણા થઈને જશે.
ઊંઝા તરફથી વિસનગર આવતા વાહનો ઊંઝા મહેસાણા થઈને વિસનગર આવશે.
ભાન્ડુથી વિસનગર તરફ આવતા વાહનો મહેસાણા થઈને આવશે.
સ્ટેટ હાઇવે નંબર 130 સારુ પેસેન્જર બસ તથા વાળીનાથ તરફ આવતી યાત્રાળુ સ્પેશ્યલ બસ તેમજ યાત્રાળુઓ માટેના વાહનોને જાહેરનામામાં મુક્તિ આપવાની રહેશે.
વિસનગરથી તરભ વાળીનાથ જતા યાત્રાળુઓના વાહનોને ખંડોસણ પાર્કિંગવાળી જગ્યા સુધી જ જશે.
ઊંઝા તરફથી તરભ વાળીનાથ જતા યાત્રાળુઓના વાહનોને અરણીપુરા ચોકડી જી.આઇ.ડી.સી પાર્કિંગવાળી જગ્યા સુધી જ જશે
ભાન્ડુથી વાલમ થઈ વિસનગર જતા વાહનો ભાન્ડુથી મહેસાણા થઈને વિસનગર જશે.
ઐઠોર ચોકડીથી રેલ્વેપૂરા છાપરા બ્રિજના શરૂઆતના ભાગ સુધી જ વાહનો જશે.