ક્રાઇમ@સુરત: નજીવી બાબતે અન્ય ઝઘડાની પતાવટમાં 3 મિત્રોએ જ કઈ યુવકની હત્યા

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ભેસ્તાનમાં તિરૂપતિ બાલાજી વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્રણ મિત્રએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મિત્રની જ હત્યા કરી હતી. ખોટી વાતો ફેલાવી રહ્યાની નજીવી બાબતે અન્ય ઝઘડાની પતાવટમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મુદ્દે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ઉધના-સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરૂપતી નગરમાં રહેતા અને લુમ્સ કારખાનામાં નોકરી કરતાં પવન ઉર્ફે ગુડુ ચૌધરી(ઉ.વ.22) અને તેની મિત્ર અંગે છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં રેહાત કોલેજીયન યુવક અનુરાગ ગૌડ અને તેના મિત્રો ખોટી વાત ફેલાવી રહ્યાં હતાં. જેથી પવને અનુરાગને ઠપકો આપતાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત મોડી રાતે પવને ફોન કરી અનુરાગને સોસાયટીના ગેટ પાસે મળવા બોલાવ્યો હતો. જ્યાં અનુરાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા પવનને ગંભીર ઈજા થઈ હતી. જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતાં ભેસ્તાન પોલીસ દોડતી થઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી અનુરાગ સહિત 3ની ધરપકડ કરી હતી.