ગંભીર@સુઈગામ:1 ફેક્ટરીનુ ગેરકાયદે દબાણ હટાવ્યુ, તો કેટલાક ઉત્પાદકો ફાળવેલી જમીનથી વધુ સામ્રાજ્ય કેમ પાથરી બેઠાં

 
Suigam

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સુઈગામ પંથકમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન થતું હોવાની અથવા ગેરકાયદેસર દબાણ હોવાની વિગતો બનાસકાંઠા તંત્ર સમક્ષ આવી હશે. આથી ગત બુધવારે મેગા ઓપરેશન હેઠળ તંત્રનો મોટો કાફલો નામ વગરની ફેક્ટરીનુ દબાણ દૂર કરી માલસામાન જપ્ત કરીને આવ્યા હતા. જોકે પંથકમાં ચર્ચા છે કે, અનેક મહાકાય ફેક્ટરીઓ સરકારે ફાળવેલી જમીનથી પણ વધારે એરિયામાં પોતાનું સામ્રાજ્ય પાથરીને બેઠી છે. આ તો એક પ્યાદું હાથ આવ્યું પરંતુ ધોરણસરની કાર્યવાહી થાય તો મોટાં માથાની ફેક્ટરીઓમાં પણ ગેરકાયદે મળી આવે તો નવાઇ નહિ. સમગ્ર વિષય શંકાસ્પદ જણાતાં સુઈગામ મામલતદારને પૂછતાં જણાવ્યું હતું કે, હવે બધાં ઉત્પાદકોનો સર્વે કરવાનો છે, રેવન્યુ તલાટીને આજે સુચના આપી છે. આ કાર્યવાહી બરાબર છે પરંતુ ઉંડાણમાં જઇએ તો મોટા પ્રમાણમાં અનઅધિકૃત દબાણ દૂર કરવાનો અવસર મેળવી શકાય તેમ છે.

Suigam

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખુલ્લી જમીન આવેલી છે. રણની આ જમીનમાં કેટલીક ઘુડખર એટલે કે જંગલ ખાતાની તો કેટલીક સર્વે નંબર સિવાય જે રેવન્યુ હસ્તક હોઈ શકે છે. જેમાં ગઈકાલે દબાણ હટાવ્યુ તે જમીનની ઘુડખરની(જંગલખાતાની) ના હોવાનો ખુલાસો ખુદ ફોરેસ્ટ ઓફિસરે કર્યો છે. મતલબ સાફ છે કે, દબાણ દૂર થયું તે રેવન્યુની જમીન છે,આરએફઓ બારડ વહીવટીતંત્રની સુચનાને પગલે સાથે ગયા હોવાનો પણ ખુલાસો કરી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે, સર્વે નંબર સિવાયની જમીનમાં શું આથી વિશેષ દબાણ હશે ? અનેક મહાકાય ફેક્ટરીઓ આવેલી છે, કે જેમને જમીન ફાળવેલી હોવાથી ફાળવ્યા સિવાયની જમીનમાં ગેરકાયદેસર દબાણો હોવાની બૂમરાણ મચી છે. 

Suigam

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુઈગામ નજીક રણ વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. જેમાં અનેક ઉત્પાદકોએ પરવાનગી મેળવી ચોક્કસ પ્રમાણની જમીન ઉપર મીઠાનું ઉત્પાદન કરી રહી છે. જોકે ફાળવણીથી પણ વધારે એરિયામાં અનેક ફેક્ટરીઓ પોતાનું સામ્રાજ્ય પાથરીને બેઠી હોવાના આક્ષેપ થતાં મામલતદારે અપડેટ આપ્યું છે. વધારે દબાણ હશે કે કેમ ? તે સવાલ સામે મામલતદાર ગઢવીએ જણાવ્યું હતું કે, આજે જ રેવન્યુ તલાટીને સુચના આપી તમામ જગ્યાએ સર્વે કરવા કહ્યું છે. આથી સર્વેમાં તમામ ઉત્પાદકોનો સમાવેશ કરી રિપોર્ટમાં મળી આવે તે મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Jaherat
જાહેરાત

ઘુડખરની જમીનમાં બિનપરવાનગી પ્રવેશ નથી છતાં ઘૂસણખોરોએ રસ્તો બનાવી દીધો.

સુઈગામ આસપાસ રેવન્યુ સિવાયની ઘુડખરની જમીનમાં પણ દબાણ હશે કે કેમ ? આ સવાલ સામે આરએફઓ બારડે જણાવ્યું હતું કે, ઘુડખરની જમીનમાં ક્યાંય દબાણ નથી. જોકે ઘુડખરમકાલનુ દબાણ પણ જંગલ ખાતામાં નહોતું. આવી સ્થિતિમાં કલેક્ટર કચેરી હસ્તકની જમીનમાં કોનું અને કેટલું દબાણ હશે તે સવાલ યથાવત છે.