રિપોર્ટ@સુરેન્દ્રનગર: કેમ અન્યાય થઈ રહ્યો ઇન્ટર્ન ડોક્ટરોને, 3 દિવસથી લડી રહ્યા છે સી.યુ શાહમાં લડત

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ( ટીબી હોસ્પિટલ )ના ઇન્ટર્નશીપ કરતા ડોકટરોની ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રહી છે. સ્ટાઈપન્ડ વધારવાની માંગ સાથે કામગીરી અળગા રહી છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્રીજા દિવસે જુનીયર બેચના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200થી વધુ ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા. જેમાં હડતાલમાં ડોક્ટરોએ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે કોલેજ કેમ્પસમાં રેલી યોજી વિરોધ કર્યો હતો. 

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ( ટીબી હોસ્પિટલ )ના ઇન્ટર્નશીપ કરતા ડોકટરોને કોલેજ દ્વારા માત્ર રૂ. 4500 સ્ટાઈપન્ડ ચૂકવતા કોલેજના સતાધિશો સામે રોષની લાગણી ફેલાઇ હતી. જેમાં અન્ય કોલેજ અને હોસ્પિટલની જેમ રૂપિયા 18,000 સ્ટાઈપન્ડ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કોલેજ સતાધીશો દ્વારા માંગ ચૂકવવામાં નહીં આવે તો ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજમાં ઇન્ટરશીપ કરતા ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે કે, છેલ્લા ઘણા સમયથી તેમની માંગણી સંતોષવામાં આવતી ન હતી. જેને લઇને ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા હતા. 95 જેટલા ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી અને મેડિકલ કોલેજના સંચાલકો સામે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે અને સૂત્રોચાર કરી રહ્યા છે. અને તાત્કાલિક ધોરણે માંગણી પૂરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.  

આ સાથે ઇન્ટરશીપ કરતા ડોક્ટરો ખાસ પ્રકારની માંગણીઓ સાથે બેનર લઈ અને હોસ્પિટલમા જ તે બેસી ગયા છે અને જે ઇન્ટર્નલ કરવા બદલ જે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવી રહ્યું છે, તેમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 95 જેટલા ડોક્ટરો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને બેનરો સાથે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતુ. મહિલા ડોક્ટરો પણ તેમની આ લડાઈમાં સામેલ થઈ હતી અને હડતાલ ઉપર ઉતરી ગઈ હતી.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં આવેલી મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નલ કરવા બદલ 12 હજારથી લઈને 35,000 સુધીનું મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નલ કરવા બદલ ડોક્ટરોને માત્ર 4500 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. અનેક સમયથી ડોક્ટરો માંગણી કરી રહ્યા હતા, પરંતુ આ માંગણી સંતોષવામાં આવતી ન હતી. ત્યારે આ ડોક્ટરો કામ ઉપરથી અડગા રહી અને હડતાલ ઉપર ઉતરી ગયા છે અને વિરોધ પ્રદર્શન નોંધ આવી રહ્યા છે.

8-8 વખત મિટિંગ કરાઇ 

સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમા ઇન્ટર્નલ ડોક્ટર છેલ્લા ત્રણ દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે આ મામલે મેનેજમેન્ટ દ્વારા આઠ વખત મીટીંગ કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ પ્રતિ ઉત્તર મળતો નથી કે નમતું જોખવા તૈયાર નથી. કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજ આવેલી છે. ત્યાં ઇન્ટર્નલ ડોક્ટરોને 12,000થી લઈ 18000 સુધીનું મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ મેડિકલ કોલેજમાં માત્ર 4500 જેટલું મહેનતાણું ચૂકવવામાં આવી રહ્યું છે. તેને લઈને ઇન્ટરનલ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. મેનેજમેન્ટ કોઈ પ્રકારે નમતું જોખવા તૈયાર નથી લડત આગામી દિવસોમાં ઉગ્ર બનશે તેવું ડોક્ટરો જણાવી રહ્યા છે.

Jaherat
જાહેરાત

24 કલાકમાં જો નિવેડો નહિ આવે તો ...

જે ઇન્ટર્નલ ડોક્ટરો છે તેમના દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મેનેજમેન્ટ સમક્ષ ઇન્ટર્નલ ડોક્ટરોએ જણાવ્યું છે કે, 24 કલાકમાં જો આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો મેડિકલ કોલેજના કેમ્પસમાં જ હવેથી 24 કલાક સુધી વિરોધ કરી અને બેસીશું એટલે તાત્કાલિકપણે મેનેજમેન્ટ નિર્ણય લે યોગ્ય રીતે પગલા ભરી અને જે સ્ટાઈપેન્ડ વધારાની માંગ છે, તે સ્વીકાર કરે તેવી ડોક્ટરોની માંગણી છે.