નિવેદન@ગુજરાત: જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર કેમ લાંબુ હતું? શું કહ્યું હસમુખ પટેલે?

 
Hasmukh Patel

અટલ સમાચાર, ડેસ્ક

આજે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આ પરીક્ષા હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિમામ જૂનમાં આવવાનું છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર દરેક પરીક્ષાર્થીને લાંબુ લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમય વધારે લાગ્યો હોવાનો દાવો કરાયો છે.

હસમુખ પટેલે કહ્યું કે, અમે પહેલાં જ પેપર લાંબુ હશે એવા સંકેત આપ્યા હતા અને પેપર લાંબુ રાખવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે પરીક્ષાખંડમાં બેઠા બેઠા કોઈ પરીક્ષાર્થીને ચોરી કરવાનો સમય ન મળે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પેપર લાંબુ હતું તો દરેક પરીક્ષાર્થી માટે લાંબુ હતું. એટલે અન્યાય થવાનો પ્રશ્ન જ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં OMR શીટની સાઈઝ અન્ય પરીક્ષા કરતા મોટી હોવાનો કેટલાક પરીક્ષાર્થીઓએ મુદ્દો ઉપસ્થિત કર્યો છે. આ મામલે સ્પષ્ટતા કરતા હસમુખ પટેલે કહ્યું કે, અમારા ધ્યાને આવું કંઈ આવ્યું નથી. પરંતુ હું OMR જોઈશ અને જરૂર જણાશે તો ભવિષ્યમાં સુધારો કરીશું.