બિગબ્રેકિંગ@ગુજરાત: તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભર્યા બાદ પરીક્ષા ન આપો તો કાર્યવાહી થશે? શું કહ્યું હસમુખ પટેલે ?

 
Hasmukh Patel

અટલ સમાચાર, ડેસ્ક

તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ હવે હસમુખ પટેલે ટ્વિટ કરી મોટી માહિતી આપી છે. વિગતો મુજબ આ વખતની પરીક્ષામાં પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને સંમતિ પત્ર ભરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે હવે અનેક ઉમેદવારોનાં મનમાં એ સવાલ છે કે, સંમતિ પત્ર ભર્યા બાદ જો પરીક્ષા ન આપીએ તો કોઈ કાર્યવાહી થાય ? 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ મામલે માહિતી આપી છે. હસમુખ પટેલે તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર ભરવું ફરજિયાત છે. તેમણે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને વહેલી તકે સંમતિ પત્ર ભરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે, સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ કારણસર પરીક્ષા ન આપનારા ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય. 


 

સૂત્રોએ જણાવ્યું હતું કે, OJASની વેબસાઇટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ઓનલાઈન કન્ફર્મેશન આપનારા જ તલાટીની ભરતી પરીક્ષા આપી શકશે. મહત્વનું છે કે, આગામી 7 મે ના રોજ તલાટીની ભરતી પરીક્ષા યોજાવાની છે.