બ્રેકિંગ@દેશ: તો શું સોનિયા ગાંધી રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
સોનિયા ગાંધીએ પોતાના રાજકીય ઈનિંગ્સના અંતના સં કેત આપતા કહ્યું કે, ભારત જોડો યાત્રાની સાથે તેમની રાજકીય ઈનિંગ્સ ખતમ થઈ શકે છે. સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, સરકાર સંવૈધાનિક મૂલ્યોને કચડી રહી છે અને સંવૈધાનિક સંસ્થાઓ પર આરએસએસ-ભાજપનો કબ્જો છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેણે જનતાને કોંગ્રેસ સાથેના જોડાણને જીવંત કર્યું છે.
સોનિયા ગાંધીએ પોતાના રાજકીય ઈનિંગ્સના અંતના સંકેત આપતા કહ્યું કે, ભારત જોડો યાત્રાની સાથે તેમની રાજકીય ઈનિંગ્સ ખતમ થઈ શકે છે. યૂપીએ અધ્યક્ષાએ કહ્યું કે, 2004 અને 2009માં અમારી જીત સાથે સાથે ડો. મનમોહન સિંહના કુશળ નેતૃત્વમાં મને વ્યક્તિગત સંતુષ્ટિ આપી, પણ મને સૌથી વધારે ખુશી એ વાતની છે કે, મારી ઈનિંગ્સ ભારત જોડો યાત્રા સાથે ખતમ થઈ. જે કોંગ્રેસ માટે એક મહત્વનો વણાંક સાબિત થયો.
આ સાથે સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં અમે એક સારી સરકાર આપી હતી. તો વળી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે દેશ અને કોંગ્રેસ માટે પડકાર ભર્યો સમય છે. દલિતો, અલ્પસંખ્યકો, મહિલાઓની સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર અમુક ઉદ્યોગપતિઓનો સાથ આપી રહી છે.