દુ:ખદ@ચાણસ્મા: કંબોઈ રોડ પર ગાડી પલટી મારી જતાં મહિલાનું મોત, 2ની હાલત ગંભીર, 5 ઇજાગ્રસ્ત

 
Kamboi Accident

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સતત અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન ગઇકાલે રાત્રે ચાણસ્મા કંબોઈ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. દેલમાલ જઈ રહેલી એક તુફાન કારનો ડ્રાઇવરે હેન્ડ બ્રેક માર્યા વગર રસ્તો પૂછવા માટે ગાડીમાંથી ઉતરી જતા ગાડી રગડી સાઈડમાં ઉતરી જતા પલટી મારી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું તો અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી તો અન્ય પાંચ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. 

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનાની વિગતો એવી છે કે, દેલમાલ જઈ રહેલી તુફાન કારના ડ્રાઇવરે દેલમાલ જવાનો રસ્તો પૂછવામાં માટે ગાડી કંબોઈ પાસે ઉભી રાખી હતી. આ દરમ્યાન તુફાન કારના ડ્રાઇવરે ગાડીની હેન્ડ બ્રેક કર્યા વગર ગાડીમાંથી ઉતરી જતા તુફાન ગાડી ઢાળના કારણે રગડી સાઈડમાં ઉતરી પલટી મારી ગઈ હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ગાડીમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. 2 મહિલા ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે કેટલાક વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હોઇ ચાણસ્મા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ભોગ બનેલા લોકો એમ.પી.થી દેલમાલ હસનપીર દરગાહ ખાતે જતા હતા.