દુર્ઘટના@અમદાવાદ: બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 
Ahemdabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. આશ્રમ રોડ પર આવેલી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોચી છે. બે બિલ્ડિંગને જોડતી સીડી સહિતનો સ્લેબ તૂટતા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીના ડેપ્યુટી મેનેજર અંજુ બાલા ઈજાગ્રસ્ત થયા છે. 

આશ્રમ રોડ પર આવેલી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં મહિલાને 4 જેટલા ફેકચર અને માથાના ભાગે પહોચી ગંભીર ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જર્જરીત હાલતમાં બિલ્ડિંગ હોવા છતાં તંત્ર બેદરકાર રહ્યું તે અંગે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અહીં કર્મચારીઓ ભયના માહોલ સાથે કામ કરી રહ્યાં છે.