સ્પોર્ટ્સ@નવસારી: દેશના 20 શહેરોમાં યોજાઈ મહિલા વેઇટ લીફટિંગ ચેમ્પિયનશિપ, જાણો વધુ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકાર દ્વારા યુવાનોમાં ખેલ પ્રત્યે જાગૃતિ અને સ્વાસ્થ્ય મજબૂત બને તેવા ઉદ્દેશથી ખેલો ઇન્ડિયા ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી છે.જેમાં આજે નવસારી ખાતે વીમન્સ લીગની વેટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના 20 રાજ્યોમાં આ ચેમ્પિયનશિપ યોજાય છે, જે પૈકી ગુજરાતમાં નવસારી જિલ્લાને યજમાન પદ આપવામાં આવ્યું છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર,સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન, ઇન્ડીયન વેઇટલીફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ વેટ લીફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા હેઠળ મહિલાઓને રમતગમતના માઈલસ્ટોન હાંસલ કરવા પ્રેરણા આપવામાં આવી છે. જેને લઇને વિમેન્સ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન નવસારીની સર સી.જે. એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું.આ ચેમ્પિયનશિપ 3 કેટેગરી માં યોજવામાં આવી હતી. 

જેમાં ગુજરાતના વિવિધ જિલ્લા માંથી આવેલી 85 યુવતીઓએ 17 વર્ષીય યુવતી યુથ કેટેગરીમાં 20 વર્ષ સુધીની યુવતી જુનિયર કેટેગરી અને 20 પ્લસ યુવતીઓને સિનિયર કેટેગરીમાં વેઇટ લિફ્ટ કર્યું હતું. આ રમતમાં ત્રણ વખત તક મળે છે જેમાં સ્નેચ કરવું પડે છે. આ ચેમ્પિયનશિપમાં વિજેતા યુવતીઓને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાનો તક મળશે.