ઘટના@ભાવનગર: સરકારી લેબની ટાંકીની સફાઈ કરતા કામદારનું મોત, અન્ય એક ગંભીર રીતે બીમાર

 
Bhavnagar

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પાર આવેલા CSMCRI સરકારી લેબોરેટરીના પરિસરમાં આવેલી સેપ્ટિક ટાંકીની સફાઈ કરતી વખતે એક સફાઈ કર્મચારીનું મોત થયું હતું. આ સમય દરમિયાન તેને બચાવવા ગયેલ અન્ય એક સફાઈ કર્મચારી બીમાર પડ્યો છે. 

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન-BMCના કેટલાક સેનિટેશન વર્કર્સ જેટિંગ મશીનનો ઉપયોગ કરીને સેપ્ટિક ટાંકીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-CSMCRના પરિસરમાં બની હતી.આ ઘટનામાં મૃતકની ઓળખ BMC કર્મચારી રાજેશ વેગડ, ઉંમર 45, અનુસૂચિત જાતિ તરીકે થઈ છે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે એક સફાઈ કર્મચારી સેપ્ટિક ટાંકીને સાફ કરવા માટે દાખલ થયો હતો અને તેને ઝેરી ગેસની અસર થઇ હતી. તેને સલામત સ્થળે લાવવાના પ્રયાસમાં, એક કર્મચારી ટાંકીમાં ઘૂસી ગયો અને સફાઈ કર્મચારીને બચાવવામાં સફળ રહ્યો, પરંતુ ગૂંગળામણને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

Unjha APMC
દિવાળી શુભેચ્છા જાહેરાત

પત્રકારો સાથે વાત કરતા, મૃતક કર્મચારીના નાના ભાઈ દીપક વેગડે તેના ભાઈના મૃત્યુ પર પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે જ્યારે સ્થળ પર જેટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ત્યારે સુપરવાઈઝરે તેને ટાંકીમાં શા માટે પ્રવેશવા દીધો? મૃતકના પરિવારે મૃતદેહનો અસ્વીકાર કરી દીધો હતો. પરિવારની માંગ છે કે મૃતક વ્યક્તિના પરિવારને તાત્કાલિક સરકાર સહાય આપે આ સાથે જ નિયમ અનુસાર પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપે.