દુર્ઘટના@રાજકોટ: રોડ પર પડેલા ખાડાનાં કારણે બાઇક પરથી કાબૂ ગુમાવતાં યુવકનું મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં ખાડાના કારણે વધુ એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો છે. ખાડાના કારણે આ અકસ્માત સર્જાયો છે. 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ખાડાને કારણે યુવકનું મોત નિપજ્યું હતું. રસ્તા પર પડેલા ખાડાના કારણે બાઈક પરથી કાબુ ગુમાવતા યુવકનું મોત નિપજ્યું છે. આ ખાડાને કારણે સર્જાયેલા અકસ્માતમા સાવન હેમંતભાઈ ખાતરાણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
મહત્ત્વનું છે કે, રાજકોટના હાઇવે બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઇવે ઓથોરિટી અને રાજકોટ મહાનગર પાલિકા આ મામલે એક બીજાને ખો આપી રહી છે. ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો હાઇવે, તેમજ બેડી ચોકડીથી અમદાવાદ તરફ જવાનો હાઇવે બિસ્માર હાલતમાં છે. જ્યાં એકથી પાંચ ફુટ સુધીના ખાડા રોડ પર પડેલા છે, જે રોડ પર ખાડા નહીં પણ ખાડામાં રોડ હોય તેવું જોવા મળી રહ્યું છે.