દુર્ઘટના@પાટણ: સિધ્ધપુર ચોકડી પાસે અકસ્માતમાં યુવકના પગ પર બેફામ ટ્રકનું ટાયર ફરી વળ્યું

 
Patan Accident

અટલ સમાચાર, ડેસ્ક

પાટણમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ- સિધ્ધપુર હાઇવે માર્ગ પર ગુરુવારે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાઇક પર સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાટણ તાલુકાના બોરસણ ગામે રહેતા અર્પીત મનુલાલ પટેલ અને વિપુલ શીંગાજી ઠાકોર આજે બાઇક લઇને સિધ્ધપુર ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન પાટણ-ડીસા હાઇવે માર્ગ પરથી પુરઝડપે આવી રહેલ ટ્રક ચાલકે બાઇક સવારને ટકકર મારી હતી. જેને લઈ બાઇક ચાલક ટર્બાના વ્હીલ નીચે આવી ગયો હતો અને ટ્રકનું એક ટાયર પગ પર ફરી વળતા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં પાછળ બેઠેલ યુવાનને હાથ-પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનાને લઈ સ્થાનિકો ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા. બે ઇજાગ્રસ્તો પૈકી એક યુવાનને પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયારે ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો.