મર્ડર@સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં જાહેરમાં છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા, જાણો પછી શું થયું ?
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સરા જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ધ્રાંગધ્રાના ભરબપોરે જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલી બાદ 18 વર્ષીય યુવક મહંમદ કેફ રમજાનભાઈ કુરેશી નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. હાલ મૃતક યુવકની ડેડબોડીને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
ધાંગધ્રા શહેરના રાજકમલ ચોક પાસે જાહેરમાં 18 વર્ષના યુવાનની હત્યા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા શહેરના જુની માનમહેલાત સામે રહેતા મહંમદકેફ રમજાનભાઇ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય બાબતે માથાકુટ થઇ હતી. જેનું મનદુઃખ રાખીને યુવાન મહંમદકેફ કુરેશીની ભર બજારમાં છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી આ તરફ હત્યાની જાણ થતાં પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ હત્યા એક જ વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આશરે બે થી ત્રણ લોકોએ ઘટનાને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું છે આ મામલે નાયબ પોલીસ અધિક્ષક જેબી પુરોહિત દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.