રિપોર્ટ@પંચમહાલ: પાવાગઢ તલાટી બાદ જિલ્લા પંચાયત વધુ કડક, ઢગલાબંધ ફરિયાદો ઉપર ગોઠવી રણનીતિ

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાવાગઢ (ચાંપાનેર) તલાટી વિરુદ્ધ વિવિધ મુદ્દે ગંભીર લઈને જિલ્લા પંચાયતે સસ્પેન્ડ કર્યા બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા પંચાયત સમક્ષ અનેક તલાટીઓ વિરુદ્ધ ઢગલાબંધ ફરિયાદો આવેલી છે. આથી તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવા ચોક્કસ રણનીતિ ગોઠવવામાં આવી છે. પાવાગઢ (ચાંપાનેર) તલાટીના કિસ્સામાં પ્રાથમિક તબક્કે જે કંઈ ગંભીર મળી આવ્યું તેને લઈ જિલ્લા પંચાયતે વધુ કડક બની મોટી વ્યૂહરચના ઘડી છે. સરેરાશ ત્રણ ડઝન ગ્રામ પંચાયતોના વહીવટ વિરુદ્ધ સ્થાનિકોની રજૂઆત હોઈ ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી નવી સરકારના મંત્રીની સુચના હોઇ પંચમહાલ જિલ્લા પંચાયતે તપાસ અને કાર્યવાહી માટે ગુપ્ત રાહે આખી એક રણનીતિ બનાવી દીધી છે. 

પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના પાવાગઢ (ચાંપાનેર) તલાટીની વહીવટી અને નાણાંકીય અનિયમિતતા મામલે પ્રાથમિક તબક્કે ધ્યાને આવેલ વિગતો આધારે મોટી અસર ઉભી થઇ છે. જિલ્લાના લગભગ મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ 25થી વધુ તલાટી વિરુદ્ધ ફરિયાદ આવેલી હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. નાણાંકીય ગેરરીતિ, ભ્રષ્ટાચાર, ફરજમાં બેદરકારી, વહીવટી નિષ્ફળતા સહિતના આક્ષેપો સાથેની ફરિયાદ જિલ્લા પંચાયત સમક્ષ આવતાં સ્પેશ્યલ ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું છે. પાવાગઢ (ચાંપાનેર) તલાટીના સરેરાશ અડધા કરોડ રૂપિયાના ખર્ચનું વહીવટનું રેકર્ડ શોધવું પડે તેવી નોબત જોઈ જિલ્લા પંચાયત એક્શન મોડમાં આવી છે. આથી નાગરિકો, અરજદારો, સંસ્થાકીય ફરિયાદોનો તાત્કાલિક અસરથી નિકાલ કરવા જિલ્લા પંચાયતે આખી એક ટીમ બનાવી મોટી રણનીતિ બનાવી છે. આગળ જાણો, ક્યાં અને કેવી સંભાવના બનશે.......

PM Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઢગલાબંધ રજૂઆતો અને તેમાં પણ નાણાંકીય બાબતો હોઈ પંચમહાલ જિલ્લા પંચાયતે ઓપરેશન મિશન ઉપર કામ શરૂ કર્યું છે. મહેકમ, પંચાયત, વહીવટના નિયમિત કામોને અસર ના થાય તે રીતે જિલ્લા પંચાયતે ચોક્કસ સમયે અને ગુપ્ત રાહે ફરિયાદ નિકાલ માટેની કામગીરી બનાવી છે. આ પરિસ્થિતિ વચ્ચે મોરવા હડફ, ગોધરા, હાલોલ સહિતના અનેક તાલુકાની સરેરાશ 25થી વધુ ગ્રામ પંચાયતના તલાટીઓના વહીવટ વિરુદ્ધ સવાલો ઉભા થયા છે.