ગુજરાતી ફિલ્મ બહુના વિચારનું ટ્રેલર લોન્ચ, લીડ રોલમાં છે તારક મહેતાનો ટપ્પુ

અટલ સમાચાર, ડેસ્ક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિક અને ફિલ્મ બેઝડ ઓન ટ્રુ ઈવેન્ટ્સ ઘણું ટ્રેન્ડમાં છે. પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ બહુના વિચારની ટેગલાઈન કઈંક અલગ જ છે. સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી (તારક મેહતામાં ટપ્પુનો રોલ કરનાર), જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની છે. આ ફિલ્મની
 
ગુજરાતી ફિલ્મ બહુના વિચારનું ટ્રેલર લોન્ચ, લીડ રોલમાં છે તારક મહેતાનો ટપ્પુ

અટલ સમાચાર, ડેસ્ક

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિક અને ફિલ્મ બેઝડ ઓન ટ્રુ ઈવેન્ટ્સ ઘણું ટ્રેન્ડમાં છે. પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ બહુના વિચારની ટેગલાઈન કઈંક અલગ જ છે. સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી (તારક મેહતામાં ટપ્પુનો રોલ કરનાર), જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની છે.

આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારિત છે. તેમના સ્વપ્નાંઓ, અપેક્ષાઓ સહિત અનેક બાબતો આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. કોલેજના ગ્રેજ્યુએશનના 5 દિવસ પહેલા ભવ્ય ગાંધી સ્ટોક માર્કેટની બેટીંગમાં 40 લાખ રૂપિયા જીતી જાય છે. આ પછી પોતાના ખુબજ પસંદગીદાર સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરી તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે. પાંચેય મિત્રો ઉદ્યોગસાહસિક માટેના નેશનલ લેવલના રિયાલિટી શોમાં ભાગ લેવા માટે જાય છે. તેમના જીવનમાં શું થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના જીવનના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુંઓને આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યો છે.

ફિલ્મના ડિરેક્ટર ઋતુલ વિશલીંગ વૂડ્સ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ અને મ્યુઝિક વિડીયો બનાવ્યા છે. સુરજ કુરાડે આ ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફર છે. જેમણે બોડીગાર્ડ, બરફી, ધ ગાઝી એટેક, એરલિફટ જેવી અનેક બૉલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મનું એન્થમ ગીત ‘બહુ ના વિચાર’ એ ગુજરાતના 7 શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, સિદ્ધાર્થ અમિત ભાવસાર, ઐશ્વર્યા મઝુમદાર, પાર્થ ઓઝા અને મિત જૈન દ્વારા ગવાયું છે.