આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,અમદાવાદ

તાજેતરમાં ગુજરાતી ફીલ્મોની બોલબોલા વધી રહી છે. પહેલા જે ગુજરાતી ફિલ્મો આવતી તેમાં અને અત્યારની ફિલ્મોમાં ધણો તફાવત જોવા મળી રહયો છે. તો વળી અમુક નિર્દેશકો દેશ અને ગુજરાતના ઇતિહાસની ફિલ્મો બનાવી રહયા છે. આવી જ એક ફિલ્મ સાહેબ હમણા રીલીઝ થઇ છે. જેમાં દેશ અને ગુજરાતના રાજકારણમાં વિદ્યાર્થી આંદોલનનો ચિતાર બતાવવામાં આવ્યો છે.
હાલની યુવા પેઢી 1974માં થયેલી નવનિમાર્ણ આંદોલનથી અજાણ છે. જોકે,ફિલ્મમાં કયાંય તેનો દાવો કરવામાં આવ્યો નથી. પરંતુ ફિલ્મ નવનિર્માણ આંદોલનની આસપાસ ફરતી હોય તેવું સમજાઈ જાય છે. 1974માં ગુજરાતના મુખ્યમંત્રી પદે ચીમનભાઈ પટેલ હતા અને વિદ્યાર્થી આંદોલનને કારણે તેમને સત્તા છોડવી પડી હતી. સાહેબમાં મુખ્યમંત્રીની ભૂમિકા અર્ચન ત્રિવેદ્દીએ અદા કરી છે. જો સાહેબ ફીલ્મ જોવા જનારા નજર સામે ચીમનભાઈ પટેલને જ જોઈ રહ્યા હોય તેવું લાગે છે.
સાહેબની ભૂમિકા અદા કરનાર મલ્હાર ઠાકરનું પાત્ર એક આંદોલનકારી નેતાનું છે. સાહેબ એટલે આંદોલનકારી હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનું મિશ્રણ છે. શિક્ષણમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને પાટીદાર-ઠાકોર-દલિત આંદોલન જેવા વિષયોને મલ્હારે ફિલ્મ ઘ્વારા રજુ કર્યા છે. સાહેબ ફિલ્મને ન્યાય આપવા વિવિધ વિષયનો બારીક અભ્યાસ કર્યો હોવાનું દેખાઈ આવે છે. પત્રકાર સૌમિત્રની ભૂમિકા નિસર્ગ ત્રિવેદ્દીએ આપી છે. નિર્સગ પત્રકારના મનમાં ચાલતી ગડમથલ અને વેદનાને યોગ્ય ન્યાય આપવામાં સફળ રહ્યા છે.
આ ફિલ્મના લેખક પરેશ વ્યાસની મુળ સ્ક્રિપ્ટ તણખો આધારિત છે. પરેશ સંવેદનશીલ હોવાને કારણે ફિલ્મે દર્શકોની સંવેદનશીલતાને હચમચાવી નાંખી છે. ફિલ્મના ડાયલોગ પણ પરેશ વ્યાસ અને રાજેશ શર્માના છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code