ગુજરાતનો આ સૌથી મોટો અને સહેલાણીઓને આકર્ષતો ધોધ સુકાઈ ગયો

અટલ સમાચાર, ડેસ્ક પ્રકૃતિના ખોળે આવેલા ગીરા ધોધને જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને કુદરતી નજારો માણવા માટે દૂર દૂરથી લોકો પહોંચી જાય છે. પણ આજે આ ગીરા ધોધમાં વહેતા નીર સુકાઈ ગયા છે. ન તો અહીં કોઈ ચહલ પહલ છે કે ન તો કોઈ સહેલાણીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે. ડાંગના
 
ગુજરાતનો આ સૌથી મોટો અને સહેલાણીઓને આકર્ષતો ધોધ સુકાઈ ગયો

અટલ સમાચાર, ડેસ્ક

પ્રકૃતિના ખોળે આવેલા ગીરા ધોધને જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને કુદરતી નજારો માણવા માટે દૂર દૂરથી લોકો પહોંચી જાય છે. પણ આજે આ ગીરા ધોધમાં વહેતા નીર સુકાઈ ગયા છે. ન તો અહીં કોઈ ચહલ પહલ છે કે ન તો કોઈ સહેલાણીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે. ડાંગના વઘઈમાં આવેલા આ ગીરા ધોધને જોવા પ્રવાસીઓ ઉમટે છે. હજુ તો શિયાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત પણ નથી થઈ. ત્યાં તો ગુજરાતનો સૌથી મોટો અને સહેલાણીઓને આકર્ષતો એવો ગીરા ધોધ સુકાઈ ગયો છે. આ એ જ ગીરા ધોધ છે. જ્યાં ચોમાસાની સિઝનમાં ખળખળ વહેતા પાણી મન મોહી લે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેના કારણે સ્થાનિકોને માટે પણ આવકનું સ્ત્રોત બની જાય છે. પણ શિયાળો પૂર્ણ થાય તે પહેલા જ ગીરા ધોધ સુકાઈ ગયો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. જો ગીરા ધોધના ઉપરવાસમાં કોઈ ડેમ કે ચેકડેમ હોય તો આ સૂકા પડેલા ગીરા ધોધમાં નીર બારેમાસ વહી શકે છે. કારણ કે સાપુતારાની પહાડીઓ અને ડાંગ જિલ્લાની રચના એવી છે કે ત્યાં ગમે તેટલો વરસાદ થઈ જાય પણ પાણીનો સ્ત્રોત જળવાઈ રહેતો નથી અને દરિયામાં નીર વહી જાય છે. જોકે હાલ તો સહેલાણીઓ ગીરા ધોધ સુકાઈ જતાં નિરાશ થયા છે.

વઘઇના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ ઍક ચોક્કસ કારણ છે. આ નામ ઍક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતો ને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક ઍક ઉંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે.