રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ઉગ્ર બન્યું,30 ટ્રેનો રદ, પોલીસ પર પથ્થરમારો

જયપુરઃ 5 ટકા અનામતની માંગ સાથે રાજસ્થાનમાં ફરી ગુર્જરો રસ્તા પર ઉતર્યા છે. ધોલપુરમાં પ્રદર્શન કરી રહેલા ગુર્જરોનું અનામત આંદોલન રવિવારે હિંસક બન્યું હતું. પોલીસ પર પથ્થરમારો કરી ત્રણ પોલીસ વાહનને આગચંપી હતી. આ દરમિયાન 12 પોલીસ જવાન ઘાયલ થયા હતા અને પોલીસે ફાયરિંગ કર્યું હતું જ્યારે ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરેગસના સેલ છોડ્યા
 
રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ઉગ્ર બન્યું,30 ટ્રેનો રદ, પોલીસ પર પથ્થરમારો

જયપુરઃ 5 ટકા અનામતની માંગ સાથે રાજસ્થાનમાં ફરી ગુર્જરો રસ્તા પર ઉતર્યા છે. ધોલપુરમાં પ્રદર્શન કરી રહેલા ગુર્જરોનું અનામત આંદોલન રવિવારે હિંસક બન્યું હતું. પોલીસ પર પથ્થરમારો કરી ત્રણ પોલીસ વાહનને આગચંપી હતી. આ દરમિયાન 12 પોલીસ જવાન ઘાયલ થયા હતા અને પોલીસે ફાયરિંગ કર્યું હતું જ્યારે ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરેગસના સેલ છોડ્યા હતાં.
આંદોલનનાં ત્રીજા રવિવારે આંદોલન કરી રહેલા ગુર્જરોએ નેશનલ હાઈવે 148 ડીનાં બૂંદી, ભીલવાડા, ગુલાબપુરાને રોડને જામ કરી દીધો હતો. સવાઈ માધૌપુરનાં મલારના ડુંગરમાં આંદોલનકર્તા રેલવેનાં પાટા પર બેસી ગયા છે. અગાઉ પર્યટન મંત્રી વિશ્વેંદ્રસિંહ સહિત ગુર્જરોને મનાવવા માટે મલારના ટ્રેક પહોંચ્યા હતા પરંતુ તેઓને સફળતા મળી ન હતી. આજે ગુર્જર આંદોલનને કારણે 30થી વધુટ્રેનો રદ કરાઇ છે.