ગુજરાતઃ છરી બતાવી શખ્સોએ ગેંગરેપ આચર્યુ વિડીયો શુટીંગ કરી ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં રહેતી મહિલાનું નવેક દિવસ પહેલા પાવાગઢ દર્શન કરવા લઈ જવાના બહાને કારમાં અપહરણ કરી ભરૂચ નજીક આમોદ ગામ પાસે લઈ ગયા બાદ છરી બતાવી કાર ચાલક સહિતના શખ્સોએ ગેંગરેપ આચરી તેનું એક શખ્સે વિડીયો શુટીંગ કરી કોઈને જાણ કરી તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે
 
ગુજરાતઃ છરી બતાવી શખ્સોએ ગેંગરેપ આચર્યુ વિડીયો શુટીંગ કરી ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં રહેતી મહિલાનું નવેક દિવસ પહેલા પાવાગઢ દર્શન કરવા લઈ જવાના બહાને કારમાં અપહરણ કરી ભરૂચ નજીક આમોદ ગામ પાસે લઈ ગયા બાદ છરી બતાવી કાર ચાલક સહિતના શખ્સોએ ગેંગરેપ આચરી તેનું એક શખ્સે વિડીયો શુટીંગ કરી કોઈને જાણ કરી તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર મહિલાના પુત્રના કેટલાક સમય પહેલા લગ્ન થયા હતાં. પરંતુ દંપતી વચ્ચે મનમેળ ન થતા પુત્રવધુ પિયર જતી રહી હતી. જેને તેડવા જવા છતાં તેના પરિવારજનો પરત મોકલતા ન હોવાથી રાજકોટની કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરાવ્યો હતો. ભોગ બનનાર મહિલા પાસે આવી તેના પરિચિત આરોપી રમેશે સમાધાન કરાવી દેવાની વાત કરી હતી. અને બાદમાં પાવાગઢ દર્શનકરવા જવાનું કહી તેના ઘરેથી વાહનમાં વડોદરા બાયપાસ સુધી લઈ જઈ ત્યાંથી અન્ય એક કારમાં કે જેમાં બીજા આરોપીઓ બેઠા હતા તેમાં બેસાડી દેવાઈ હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

જયાથી તેનું અપહરણ કરી આમોદ નજીક અવાવરૂ સ્થળે લઈ જઈ કારના ડ્રાઈવર જાવેદ, રહીમ અને સલિમે છરી બતાવી ગેંગરેપ આચર્યો હતો. જેનું આરોપી રમેશે વિડીયો શુટીંગ કરી કોઈને વાત કરશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આટલુ જ નહી મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા આ અંગે ભરૂચના પોલીસે ઝીરો નંબરથી ગુનો દાખલ કરી કુવાડવા પોલીસને મોકલતા વધુ તપાસ હાથ ધરાઈ છે.