આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠાની ચેકપોસ્ટો પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા અસામાજીક તત્વો સામે અચાનક પોલીસે લાલ આંખ કરી છે. મંગળવારે રાત્રિએ ગુંદરી ચેકપોસ્ટ પરથી પસાર થતી ટ્રકની તપાસ કરવામાં આવી હતી. રાજસ્થાનથી આવતી ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસને દારૂ ભરેલી પેટીઓ નજરે ચડતા જાણે આંખો ફાટી ગઇ હતી. પોલીસે 35 લાખના દારૂ સાથે ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ગુંદરી ચેકપોસ્ટ પોલીસે એેકસાથે 35 લાખના દારૂ સહિત સરેરાશ અડધા કરોડનો મુદામાલ કબ્જે કરતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે રાત્રીએ રાજસ્થાનથી આવતી ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૩૯ પેટીઓ (કુલ બોટલ નંગ-૧૨૪૮૦) ગુજરાતમાં વેચાણ થાય તે પહેલા જ પકડાઇ ગઇ હતી. પોલીસે રૂ.૩૫,૪૪,૮૦૦ ના દારૂ સાથે ચાલક મનપ્રિતસીગ જાટ શીખ રહે. ભટીંડા (પંજાબ) ની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ.૪૭,૪૭,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

21 Oct 2020, 9:59 AM (GMT)

COVID-19 Global Stats

41,094,667 Total Cases
1,130,550 Death Cases
30,656,153 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code