ગુનો@બોટાદ: નકલી દાગીનાને અસલી બનાવી દેતું ગેરકાયદે હોલમાર્કિંગ સેન્ટર ઝડપાયું
નકલી હોલમાર્કિંગ સેન્ટર ઝડપાતા સોની વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોટાદ ખાતે નકલી હોલમાર્કીંગ સેન્ટર પકડી પાડવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારના બીઆઈએસ લાઈસનથી વગર ધમધમતા હોલ માર્કિંગ સેન્ટરમાં લેસર મશીન દ્વારા સોનાના ઘરેણા પર હોમગાર્ડીંગ કરવામા આવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ ભારતીય માનક બ્યૂરોના રાજકોટ કાર્યાલય દ્વારા તા. 27-2ના રોજ બોટાદ ખાતે મેઈન બજારમાં, જૈન ભવન ગાંધી રોડ પર આવેલમાં લક્ષ્મી હોલ માર્કિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતાં.
આ રેડ દરમિયાન સેન્ટર ખાતે વગર બીઆઈએસ લાઈસન્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ કરતા શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતાં. હોલમાર્કિંગ માટે આવેલું 6.5 ગ્રામ સોનું પણ જપ્ત કરવામા આવ્યું હતું. આ ઉપરાંત હોલમાર્કિંગ માટે વપરાતું લેઝર મશીન પણ જપ્ત કરવામા આવ્યું હતું. બોટાદમાંથી નકલી હોલમાર્કિંગ સેન્ટર ઝડપાતા સોની વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.