ગુપ્ત@રાધનપુરઃ પાલિકામાં વિના વિઘ્ને પ્રમુખ બેસાડવા કોંગી સભ્યો 10 દિવસ પ્રવાસે

અટલ સમાચાર,રાધનપુર રાધનપુર નગરપાલિકામાં હાલના પ્રમુખ સહિતનાની ટર્મ પુર્ણ થતી હોઇ આગામી 25 ઓગસ્ટે ચુંટણી જંગ થવાનો છે. જેમાં સત્તાધીન કોંગી નગર સેવકો વિના વિઘ્ને પ્રમુખ અને ઉપ પ્રમુખની સીટ ઉપર બેસવા થનગની રહ્યા છે. જો કે ભાજપની નજર વચ્ચે સર્વાનુમત્તે પસંદગી પાર પાડી સત્તા ટકાવી રાખવા કોંગ્રેસના આગેવાનો પાલિકાના કોંગી નગર સેવકોને લઇ 10
 
ગુપ્ત@રાધનપુરઃ પાલિકામાં વિના વિઘ્ને પ્રમુખ બેસાડવા કોંગી સભ્યો 10 દિવસ પ્રવાસે

અટલ સમાચાર,રાધનપુર

રાધનપુર નગરપાલિકામાં હાલના પ્રમુખ સહિતનાની ટર્મ પુર્ણ થતી હોઇ આગામી 25 ઓગસ્ટે ચુંટણી જંગ થવાનો છે. જેમાં સત્તાધીન કોંગી નગર સેવકો વિના વિઘ્ને પ્રમુખ અને ઉપ પ્રમુખની સીટ ઉપર બેસવા થનગની રહ્યા છે. જો કે ભાજપની નજર વચ્ચે સર્વાનુમત્તે પસંદગી પાર પાડી સત્તા ટકાવી રાખવા કોંગ્રેસના આગેવાનો પાલિકાના કોંગી નગર સેવકોને લઇ 10 દિવસ પ્રવાસે નીકળ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુપ્ત@રાધનપુરઃ પાલિકામાં વિના વિઘ્ને પ્રમુખ બેસાડવા કોંગી સભ્યો 10 દિવસ પ્રવાસે
પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં આગામી 25 ઓગસ્ટે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણી યોજાવાની છે. જેમાં પ્રમુખનું પદ સામાન્ય પુરુષ કેટેગરીમાં હોઇ સત્તાધીન કોંગી નગર સેવકો દાવેદાર બન્યા છે. આથી કોંગ્રેસ દ્વારા નિયુક્ત નિરિક્ષકોના માર્ગદર્શન હેઠળ આજે 15મી ઓગસ્ટના દિવસે વહેલી સવારે લગ્ઝરી બસમાં પ્રવાસે નીકળ્યા છે. પાલિકામાં કોંગ્રેસના 16 પૈકી 15 નગર સેવકોને લઇ કોંગ્રેસના હમીરજી ઠાકોર ચુંટણીના આગલા દિવસ સુધી તમામ સભ્યોને એકમત રાખવા કામે લાગ્યા છે. જેમા ભાજપના 12 નગર સેવકો પ્રમુખ માટે જરૂરી 15 સભ્યો એકમત ન કરે તે માટે અને કોંગ્રેસના નગર સેવકોમાં એકતા જળવાઇ રહે તે માટે મથામણ શરૂ થઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી અઢી વર્ષ માટે રાધનપુર પાલિકામાં પ્રમુખ થવા ભાજપ કે કોંગ્રેસને 15નો જાદુઇ આંકડો જરૂરી છે જો કે હાલની સ્થીતીએ કોંગ્રેસ પાસે કુલ 16 સભ્યોની સંખ્યા હોઇ સરળતાથી બીજી ટર્મ માટે પણ પ્રમુખ પદ મેળવી શકે છે. આ પરિસ્થીતીમાં રાજકીય આટીઘુટી અને દાવપેચની વચ્ચે એક પણ સભ્ય તુટે નહી અને ચુંટણી વિનાવિઘ્ને પાર પાડી સર્વાનુમત્તે પ્રમુખ અને ઉપ પ્રમુખ બેસાડવા કોંગ્રેસ દ્વારા આજથી ચુંટણી સુધી ગુપ્ત સ્થળે કેમ્પ ગોઠવવામાં આવ્યો છે.