હડકંપ@બનાસકાંઠા: એકસાથે 14 કોરોના દર્દી, અનેક તાલુકા ઝપટે ચડ્યા

અટલ સમાચાર, પાલનપુર ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠામાં જાણે કોરોનાનો બોમ્બ ફુટ્યો હોય તેમ આજે એકસાથે 14 પોઝિટીવ કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. જેમાં કાંકરેજ, સામઢી, દિયોદર, ધાનેરા, દાંતીવાડા અને ડાંગીમાં પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ તરફ એકસાથે 14 જેટલા કેસો સામે આવતા પ્રશાસને પણ સર્તક બની તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ
 
હડકંપ@બનાસકાંઠા: એકસાથે 14 કોરોના દર્દી, અનેક તાલુકા ઝપટે ચડ્યા

અટલ સમાચાર, પાલનપુર

ઉત્તર ગુજરાતના રેડ ઝોન બનાસકાંઠામાં જાણે કોરોનાનો બોમ્બ ફુટ્યો હોય તેમ આજે એકસાથે 14 પોઝિટીવ કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. જેમાં કાંકરેજ, સામઢી, દિયોદર, ધાનેરા, દાંતીવાડા અને ડાંગીમાં પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ તરફ એકસાથે 14 જેટલા કેસો સામે આવતા પ્રશાસને પણ સર્તક બની તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે એકસાથે 14 કેસ પોઝિટીવ આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 6200થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં 3, સામઢીમાં 3, દિયોદરમાં 3, ધાનેરામાં 2, દાંતીવાડા અને ડાંગીયામાં એક-એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પીડિતોની સંખ્યા 65 પર પહોંચી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામની રહેવાસી એક મહિલા 4 મે ના રોજ પોતાના વતન ડાંગીયા આવ્યા હતા. જે વાતની જાણ ગ્રામ પંચાયતને થતા તમામ સભ્યોને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં સોમવારના રોજ આ મહિલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આજે નોંધાયેલા પોઝિટીવ કેસો

  • હરેશ લક્ષમણભાઈ પરમાર
  • વસંતીબેન હરેશ પરમાર
  • નેહા હરેશભાઈ પરમાર,સામઢી નાઢાણીવાસ
  • જગદીશ ત્રિપાજી ખાભુ,મોટી ડુંગડોલ,ધાનેરા
  • શાહરુખ સોકતભાઈ મુશલા,ધાનેરા
  • સવિતાબેન ચૌહાણ ડાંગિયા, દાંતીવાડા
  • સંતોકબેન ચુનીલાલ સોલંકી,ઉંબરી, કાંકરેજ
  • દિપક મોતીભાઈ મકવાણા,માનપુર (શિહોરી), કાંકરેજ
  • રેવાભાઈ વાશીભાઈ દેસાઈ,રાનેર, કાંકરેજ
  • વિશાલ પ્રતાપભાઈ ખાનપુરાવડા, કાંકરેજ
  • પ્રતાપભાઈ સુંડાભાઈ દેસાઈ ઇન્દ્રમાણા, કાંકરેજ
  • વાઘેલા મનુભા બચુભા, વડા, કાંકરેજ
  • ચિરાગ રાયચંદભાઈ પરમાર, સોની, દિયોદર
  • કનુભાઈ પુનાભાઈ પરમાર, સુરાણા, દિયોદર