આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દિયોદર વિસ્તારમાં થરાદ ફોરેસ્ટ રેન્જ કચેરીની તપાસ થઈ હતી. શો-મિલની આકસ્મિક મુલાકાત બાદ અન્ય વેપારીઓમાં દોડધામ મચી હતી. જોકે આ દરમ્યાન અન્ય એક શો-મિલ વેપારી કાકાનો ચોંકાવનારો વિડીયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં જંગલ અધિકારીના નામજોગ આક્ષેપ કરી ત્રાસના લીધે ધંધો બંધ કરવો હોવાનું જણાવી રહ્યા છે. જેમાં કરોડપતિના બેન્સા ચલાવા દે અને અમાર ગરીબ જોડે પૈસા નથી એટલે ધંધો બંધ કરી ભેંસો લેવાનું કહે છે.

બનાસકાંઠા જિલ્લાની થરાદ ફોરેસ્ટ રેન્જ દ્વારા દિયોદર પંથકની શો-મિલમાં તપાસ કાર્યવાહી થઈ હતી. આ પછી કથિત ઉઘરાણી અને હપ્તારાજના ગંભીર આક્ષેપો કરતા બેનામી કાગળો વાયરલ કરવામાં આવ્યા હતા. જોકે આ બધું નામ વગર ચાલ્યા બાદ અચાનક એક વેપારી કાકાનો વિડીયો મારફત ગંભીર આક્ષેપ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દિયોદરના કોટડા(દી)ના વાઘાભાઇ સગરામભાઇ સુથાર નામના શો-મિલ વેપારીએ જંગલ ખાતાની વલણ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરતાં સનસનીખેજ આક્ષેપો કર્યા છે. જેમાં થરાદ રેન્જના આરએફઓ ચૌધરી જીદ્દી અને કડક હોઇ હવે શો-મિલનો ધંધો બંધ કરવા જાહેર કર્યું હતું. આ સાથે અધિકારીનો ત્રાસ હોવાથી હવે ભેંસો લાવી આ ધંધો બંધ કરવા બાબતે કારણ આપ્યું એ પણ ખૂબ જ ચોંકાવનારૂ છે. જેમાં કરોડપતિઓના બેન્સો ચાલુ રહે જ્યારે અમો ગરીબ હોઇ અમારે બીડી પીવાના પણ પૈસા નથી તેમ કહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક

File photo
File photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ ફોરેસ્ટ રેન્જની પારદર્શક કાર્યવાહી હોય તો વેપારી કાકાએ આવો ગંભીર આક્ષેપ કેમ કર્યો? બેન્સો ચાલુ રહેવા બાબતે શું થરાદ ફોરેસ્ટ રેન્જ ભેદભાવ કરતી હશે? કથિત હપ્તાના બેનામી કાગળોમાં નામજોગ ચોક્કસ રકમની વિગતો કોણે ફરતી કરી? આ તમામ સવાલો વેપારીઓ અને ભાભર ફોરેસ્ટ રેન્જ વચ્ચે થયેલી પારદર્શકતામાં શંકાસ્પદ પરિસ્થિતિ ઉભી કરી રહ્યા છે. સમગ્ર બાબત બનાસકાંઠા જિલ્લાની થરાદ ફોરેસ્ટની પારદર્શક કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે. 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code